શોધખોળ કરો

Nine year of Modi Government: મોદી સરકારે 9 વર્ષના કાર્યકાળમાં આ નવ મહત્વપૂર્ણ લીધા નિર્ણયો

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી હતી

Nine  year of Modi Government:હવે NDAએ સત્તામાં 9 વર્ષ પૂરા કર્યા છે. આ 9 વર્ષોમાં નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનથી લઈને જન ધન યોજના સુધી, પાકું ઘરથી લઈને દરેક ભારતીય પરિવારને દરેક ઘરમાં પીવાના પાણીની સુવિધા સુધી જનહિતમાં અનેક યોજનાઓ શરૂ કરી હતી. આ સાથે તેમણે 5 મહત્વના નિર્ણયો પણ લીધા હતા ક્યાં છે આ નિર્ણયો તેના પર નજર કરીએ..

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સત્તામાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે. 26 મે 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની કમાન સંભાળી હતી. તે વર્ષે, મોદી લહેર પર સવાર થઈને, ભાજપે પ્રચંડ બહુમતી મેળવી હતી.હવે NDAએ સત્તામાં 9 વર્ષ પૂરા કર્યા છે.  આ સમય દરમિયાન કેટલાક અસકારક નિર્ણયો લીધા હતા.  મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો. ઉપરાંત આયુષ્માન ભારત યોજના શરૂ કરી. નવ મહત્વના નિર્ણય પર નજર કરીએ... 

PM મોદીના 9 વર્ષમાં 9 મોટા નિર્ણયો

  • વર્ષ 2014માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
  • વર્ષ 2015માં પીએમ આવાસ યોજનાને ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • વર્ષ 2016માં નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે NDAના કાર્યકાળનો સૌથી આશ્ચર્યજનક નિર્ણય હતો.
  • વર્ષ 2017માં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે GST લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
  • વર્ષ 2018 માં, મોદી સરકારે હેલ્થ સેક્ટરમાં સુવિધા ઉભી કરવા લાભાર્થીઓ માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી.
  • વર્ષ 2019માં પીએમ મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો હતો.
  • વર્ષ 2020માં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી.
  • વર્ષ 2021 માં, કોરોનાને રોકવા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું.
  • વર્ષ 2022માં ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા માટે મોદી સરકારે 5G સેવાઓ શરૂ કરી.

PM મોદીના 5 અધૂરા વચનો 

1.દરેક ભારતીય પરિવાર માટે પાકું ઘરઃ કેન્દ્ર સરકારની આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એક મહત્વપૂર્ણ યોજના છે. આ અંતર્ગત સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને ઘર આપવાનો પ્રયાસ કરે છે. PM મોદી દ્વારા વર્ષ 2015માં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' શરૂ કરવામાં આવી હતી, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભારતના દરેક પરિવારને પાકું ઘર પૂરું પાડવાનો હતો. જો કે, નિર્ધારિત સમય સુધીમાં લક્ષ્‍યાંક પૂરો ન કરવાને કારણે યોજનાનો સમયગાળો વર્ષ 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો.

વર્ષ 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની બેઠકમાં જણાવ્યું હતું કે, આ યોજના શરૂ કરતી વખતે ગ્રામીણ ભારતમાં 2.95 કરોડ પાકાં મકાનો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી એટલે કે વર્ષ 2021 સુધીમાં માત્ર 1.65 કરોડ ઘર પોતે જ બનાવ્યું છે.

2દરેક ઘરમાં 24 કલાક વીજળીની ઉપલબ્ધતા: બધાને પાકું ઘર આપવાની જાહેરાતની જેમ જ, સપ્ટેમ્બર 2015માં, વડા પ્રધાને કહ્યું હતું કે, વર્ષ 2022 સુધીમાં, ભારતના દરેક ઘરને 24 કલાક વીજળી મળશે. . સરકારની આ જાહેરાતની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ભારતના તમામ ઘરોમાં 24 કલાક વીજળી પહોંચી શકી નથી. 24 કલાક વીજળી મળવાથી ઘણા ગામડાઓ દૂર છે જ્યાં આજ સુધી વીજળી પહોંચી નથી.

3.પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાઃ સપ્ટેમ્બર 2018માં દેશના વડાપ્રધાને કહ્યું હતું કે, આવનારા ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2022 સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની જશે. પીએમ મોદીની આ જાહેરાતને ભાજપના ઘણા નેતાઓએ જાહેર મંચો અને ચૂંટણી રેલીઓમાં પણ દોહરાવી છે.

હવે વર્ષ 2022 પૂરું થઈ ગયું છે અને આ વર્ષે ભારતનું પાંચ ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર લક્ષ્ય પૂરું થઈ શક્યું નથી. દેશની અર્થવ્યવસ્થા હાલમાં લગભગ ત્રણ ટ્રિલિયન ડોલર પર અટવાયેલી છે.

4. ખેડૂતોની આવક બમણી: વર્ષ 2017માં ભારતના વડાપ્રધાને કહ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં દેશના તમામ ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે વર્ષ 2021 સુધી કેન્દ્ર સરકારના દરેક વાર્ષિક બજેટમાં આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. હવે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત સમય પૂરો થઈ ગયો છે પરંતુ ખેડૂતોની આવક બમણી થઈ નથી.

વર્ષ 2023-24ના વાર્ષિક કેન્દ્રીય બજેટમાં ખેડૂતોના અંદાજપત્રમાં ગયા વર્ષની સરખામણીએ ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે વર્ષ 2023-24માં કૃષિ બજેટ 1.24 લાખ કરોડ હતું, જે ઘટીને લગભગ 1.15 કરોડ થઈ ગયું છે.

પાક વીમા યોજના માટેની ફાળવણી પણ ગયા વર્ષની સરખામણીએ રૂ. 15,500 કરોડથી ઘટાડીને રૂ. 13,625 કરોડ કરવામાં આવી છે. આ સિવાય ખાતર પરની સબસિડીમાં પણ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

5બુલેટ ટ્રેનની પૂર્ણાહુતિ: 14 સપ્ટેમ્બર 2017ના રોજ, PM નરેન્દ્ર મોદીએ જાપાનના તત્કાલિન વડા પ્રધાન શિન્ઝો આબે સાથે ગુજરાતના અમદાવાદમાં મુંબઈથી અમદાવાદ વચ્ચેના તેમના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે મોદી સરકારે કહ્યું હતું કે જ્યારે દેશ 15 ઓગસ્ટ, 2022 ના રોજ 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે, ત્યારે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પાટા પર દોડવાનું શરૂ કરશે. હવે વર્ષ 2022 પૂરું થઈ ગયું છે, પરંતુ આ વાયદો પણ પૂર્ણ નથી થયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Agniveer News: અગ્નિવીરો માટે મોટા સમાચાર, BSF કોન્સ્ટેબલ ભરતીમાં મળશે આટલા ટકા અનામત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Asia Cup Controversy: મેચ હાર્યા પણ ઝુક્યા નહીં! પાકિસ્તાનના મંત્રી પાસેથી મેડલ ન લીધા, ભારતે બતાવી ઓકાત
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Rohit Sharma : રોહિત શર્માએ ઉડાવી ઈગ્લેન્ડની મજાક, એશિઝમાં ત્રીજી ટેસ્ટમાં મળી હાર
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
IND vs PAK: એશિયા કપ ફાઇનલમાં ભારતની હારના 4 મોટા કારણો, સમીર મિનહાસે એકલા હાથે બાજી પલટી નાખી
Embed widget