Mumbai Rain Updates:મુંબઇમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, ભિવંડીમાં જળબંબાકારની સ્થિતિ
મુંબઈમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે આજથી આગામી 4-5 દિવસમાં મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે
Mumbai Rain Updates:મુંબઈમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે કે આજથી આગામી 4-5 દિવસમાં મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. BMCએ કહ્યું કે સંબંધિત અધિકારીઓએ તેમના અધિકારક્ષેત્ર હેઠળના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવી અને જ્યાં પૂરની સંભાવના હોય ત્યાં તાત્કાલિક જરૂરી પગલાં લેવા જોઈએ.
મુંબઈમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાએ પણ ચેતવણી આપી છે કે આજથી આગામી 4-5 દિવસમાં મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેના પગલે BMCએ કહ્યું કે સંબંધિત અધિકારીઓએ તેમના અધિકારક્ષેત્ર હેઠળના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવી અને જ્યાં પૂરની સંભાવના હોય ત્યાં તાત્કાલિક જરૂરી પગલાં લેવા જોઈએ. માત્ર મુંબઈ જ નહીં, મુંબઈ ઉપનગર, થાણે, રાયગઢ, પાલઘર જેવા પડોશી જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. બાકીના મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે અને આગામી બે દિવસ માટે એલર્ટની ચેતવણી જારી કરી છે. આ બે દિવસ દરમિયાન ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
There is a possibility of heavy to very heavy rainfall in Mumbai in the next 4-5 days beginning today. It is hereby directed that all concerned officers must visit low-lying areas in their jurisdiction where there is a possibility of flooding and take prompt necessary action:…
— ANI (@ANI) June 28, 2023
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર, સુરત, તાપી, નવસારીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
સુરત : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો છે. સુરત, તાપી અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે. કડોદરા ખાતે ચોકડી નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ચામુંડા હોટેલ અને આજુબાજુની દુકાનમાં જવાના રસ્તામાં પાણી ભરાયા છે. પાણીના નિકાલના અભાવે અને પ્રિમોન્સૂન કામગીરીના અભાવે પાણી ભરાયા છે. હોટેલમાં તેમજ અન્ય દુકાનના ગ્રાહકો પાણીમાં જઈને ખરીદી કરવા મજબૂર બન્યા છે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને વલસાડમાં બુધ અને ગુરુવારે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમો તૈનાત કરાઈ છે. રાજયમાં 206 જળાશયો પૈકી છ જળાશય હાઈ એલર્ટ, ત્રણ એલર્ટ, એક વોર્નિંગ પર છે.
રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. ઘોઘા, વલ્લભીપુરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં અઢી ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સોજીત્રા, છોટાઉદેપુરમાં 1-1 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.