શોધખોળ કરો

Nepal Plane Crash: નેપાળી સેનાનું નિવેદન 'સ્થળ પરથી કોઈ જીવિત મળ્યું નથી', પીએમ દહલે બોલાવી ઈમરજન્સી મીટિંગ

Plane Crash: વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોમાંથી ચાર ઉત્તર પ્રદેશના અને એક બિહારના હતા. યેતી એરલાઈન્સના વિમાનમાં 72 લોકો સવાર હતા.

Plane Crash: રવિવારે પોખરામાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોમાંથી ચાર ઉત્તર પ્રદેશના અને એક બિહારના હતા. યેતી એરલાઈન્સના વિમાનમાં 72 લોકો સવાર હતા.

Nepal Plane Crash: રવિવારે (15 જાન્યુઆરી) નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને જીવતો બહાર કાઢી શકાયો નથી. આ વાત નેપાળ સેનાના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારી (Krishna Prasad Bhandari)એ કહી છે. તેમણે કહ્યું કે, વિમાન દુર્ઘટનામાં કોઈ જીવિત મળ્યું નથી. આજે સવારથી ફરી સર્ચ ઓપરેશન (Search operation) શરૂ થશે.

રવિવારે પોખરામાં વિમાન દુર્ઘટના (Plane Crash) બાદ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે, મંત્રી પરિષદની બેઠક બોલાવી હતી. આ સાથે નેપાળના ગૃહ મંત્રાલય, સુરક્ષા કર્મચારીઓ અને તમામ સરકારી એજન્સીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જતી વખતે ટ્વીન એન્જિન ATR 72 એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 68 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 4 હજુ પણ લાપતા છે. માર્યા ગયેલાઓમાં પાંચ ભારતીયોનો સમાવેશ થાય છે. પ્લેન ક્રેશનો રિપોર્ટ 45 દિવસમાં અપેક્ષિત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ વિમાન દુર્ઘટનાના પીડિતોના પરિવારો માટે શોક વ્યક્ત કર્યો અને પ્રાર્થના કરી.

લેન્ડિંગ થોડા સમય પહેલા ક્રેશ થયું હતું વિમાન :

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ ભારતીયોમાંથી ચાર ઉત્તર પ્રદેશના અને એક બિહારના હતા. યેતી એરલાઈન્સના વિમાનમાં 72 લોકો સવાર હતા. ટ્વીન એન્જિન ટર્બોપ્રોપ ATR 72 એરક્રાફ્ટ લેન્ડિંગના થોડા સમય પહેલા ક્રેશ થયું હતું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર ભારતીય યુવકોમાંથી એકે ઘટના પહેલા ફેસબુક પર લાઇવ કર્યું હતું. જેના કારણે પ્લેન દુર્ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

'સ્થળ પરથી કોઈ જીવતું મળ્યું નથી':

વિમાન દુર્ઘટના બાદ નેપાળની સેના બચાવ કાર્યમાં લાગેલી છે. વિમાન દુર્ઘટનામાં પાંચ ભારતીયો સહિત 68 લોકોના મોત થયા હતા. નેપાળની સેનાએ કહ્યું કે તેમને સ્થળ પરથી કોઈ જીવિત મળ્યું નથી.

ટોપ સ્ટોરી

Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
Vande Bharat Freight Train: વંદે ભારત ફ્રેટ ટ્રેનનું ટ્રાયલ સફળ, 130ની સ્પીડથી દોડી, જાણો ક્યારે થશે શરૂ સર્વિસ
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Vande Bharat News: 800 વંદે ભારત ટ્રેનો પાટા પર દોડશે, જાણો સરકારનો માસ્ટરપ્લાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget