શોધખોળ કરો

Low Cost Airline: હવે સસ્તામાં કરી શકશો પ્લેનમાં પ્રવાસ, આ એરલાઇનને સરકારે આપી મંજૂરી

Low Cost Airline: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ ઓછી કિંમતની એરલાઇનને એનઓસી આપી છે. એરલાઇન દેશના નાના શહેરોને જોડવાની યોજના ધરાવે છે.

Low Cost Airline: દેશને બીજી એરલાઈન મળવા જઈ રહી છે. આ બજેટ એરલાઇન એર કેરળને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી મંજૂરી મળી છે. સરકાર તરફથી એનઓસી મળ્યા બાદ એર કેરળ વર્ષ 2025માં તેની સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. શરૂઆતમાં એર કેરળ ત્રણ ATR 72-600 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. તે દેશના ટિયર 2 અને ટાયર 3 જેવા નાના શહેરોને જોડશે. એર કેરળએ દુબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એનઓસી મેળવવાની જાહેરાત કરી છે.

 એર કેરળને દુબઈના 2 બિઝનેસમેનનો ટેકો મળ્યો

એર કેરળને દુબઈના ઉદ્યોગપતિ અફી અહમદ અને અયુબ કલ્લાડા દ્વારા ટેકો મળે છે. એર કેરળ ભારતના દક્ષિણના રાજ્યની પ્રથમ પ્રાદેશિક એરલાઇન હશે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, Zettfly Aviation નામથી રજિસ્ટર્ડ એરલાઈનને 3 વર્ષ માટે હવાઈ પરિવહન સેવાઓ ચલાવવાની પરવાનગી મળી છે. આ પ્રસંગે અફી અહેમદે જણાવ્યું હતું કે, આ અમારી વર્ષોની મહેનતનું પરિણામ છે. ઘણા લોકોએ અમારી યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા. પરંતુ, અમે આ સપનું સાકાર કર્યું છે.

 એર કેરળ નાના શહેરોને સસ્તી ઉડ્ડયન સેવાઓ પ્રદાન કરશે

ગયા વર્ષે, સ્માર્ટ ટ્રાવેલ્સ એજન્સીના સ્થાપક અફી અહેમદે airkerala.com ડોમેન નામ 1 મિલિયન દિરહમમાં ખરીદ્યું હતું. પ્રથમ વખત કેરળ સરકારે 2005માં એર કેરળ વિશે આયોજન કર્યું હતું. રિપોર્ટ અનુસાર, એરલાઈન્સ આવતા વર્ષથી ઉડાન ભરવાનું શરૂ કરશે. એર કેરળ નાના શહેરોને સસ્તી ઉડ્ડયન સેવાઓ પ્રદાન કરવાની યોજના ધરાવે છે. અયુબ કલ્લાડાએ કહ્યું કે, હવે અમે એરક્રાફ્ટ ખરીદીને એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) મેળવવાનો પ્રયાસ કરીશું. પ્લેન ખરીદવા ઉપરાંત  તેને લીઝ પર લેવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.                                   

જ્યારે  20 એરક્રાફ્ટ હશે ત્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ થશે શરૂ

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરતા પહેલા એર કેરળને પ્રાદેશિક ફ્લાઇટ્સ ચલાવવાની રહેશે. એરલાઇનના કાફલામાં 20 એરક્રાફ્ટ થયા બાદ એર કેરળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ શરૂ કરશે. અફી અહેમદે કહ્યું , અમારી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ દુબઈની હશે. આ પછી અમે અન્ય રૂટ પર પણ સેવાઓ શરૂ કરીશું. એર કેરળમાં શરૂઆતમાં લગભગ 11 કરોડ દિરહમનું રોકાણ કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Embed widget