શોધખોળ કરો

Delhi Omicron Variant: દિલ્લીમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો, 10 નવા કેસ નોંધાયા

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા  કેસ નોંધાયા છે., ત્યારબાદ રાજધાનીમાં આ વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 20 થઈ ગઈ છે. જો કે, આમાં સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે કુલ 20 ઓમિક્રોન સંક્રમિતમાંથી 10 રિકલર થતાં હોસ્પિટલમાંથી  રજા આપી દેવામાં આવી છે.

ગુરુવારે દિલ્હીમાં વધુ બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ નોંધાયા.  આ સાથે કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. જેમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે બાકીના નવ દર્દીઓ લોકનાયક હોસ્પિટલમાં દાખલ છે. 5 ડિસેમ્બરે રાજધાનીમાં પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો હતો. ત્યારથી, 10 દિવસમાં Omicron વેરિઅન્ટના કેસોમાં 10 ગણો વધારો થયો છે.

ગુરુવારે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અહીં 40 થી વધુ દર્દીઓ દાખલ છે. તેથી હવે બેડની સંખ્યા પણ વધારીને 100 કરવામાં આવી છે. ઓમિક્રોનના 10માંથી બે દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. દિલ્હીમાં જ સંપર્કમાં આવ્યા બાદ બંનેને ચેપ લાગ્યો હતો.

જાણવા મળ્યું છે કે, 1 થી 15 ડિસેમ્બરની વચ્ચે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 74 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામ દર્દીઓને લોકનાયક હોસ્પિટલ અથવા મેક્સ સ્માર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, 74માંથી 35 લોકોના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ પ્રાપ્ત થયા છે, જેમાંથી 10 લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યા છે. આ પહેલા બુધવારે બે ઓમિક્રોન સંક્રમિત જોવા મળ્યા હતા.

યુકેના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર (કોરોનાવાયરસ ન્યૂ વેરિએન્ટ ઓમિક્રોન) વિશે ચેતાવણી આપી છે કે, એપ્રિલના અંત સુધીમાં દેશમાં ઓમિક્રોનને કારણે મૃત્યુની સંખ્યા 25,000 થી 75,000 સુધીની હોઈ શકે છે, બીબીસીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે તે દેશના નિષ્ણાતો કહે છે કે કોવિડના ઓમિક્રોન પ્રકૃતિ વિશે હજુ પણ અનિશ્ચિતતા છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) ના પેથોલોજિસ્ટ્સના જૂથ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ વાત કહેવામાં આવી રહી છે,  અને  અભ્યાસના નિષ્કર્ષ બાદ તેમને યૂકે  સરકારને કેટલીક સલાહ આપી છે.  

જાહેર કરાયેલા અહેવાલ મુજબ, LSHTM અભ્યાસ એ ધારણા પર આધારિત છે કે, જો કોઈને રસી આપવામાં આવે તો ઓમિક્રોનની અસર ઓછામાં ઓછી થઇ શકે છે. સંશોધકોએ કહ્યું કે કોરોના વેક્સીનનો વધુ ડોઝ લેવાથી ઓમિક્રોનની અસર ઓછી થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં શનિવારે 54,073 નવા કેસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઓમિક્રોનના 633 કેસ સામેલ છે. જો કે, ઓમિક્રોન કેસની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે.

-------------------------------------------------

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Embed widget