Budget Session 2023 Live: કોંગ્રેસે PM મોદી પર કર્યો પ્રહાર, ખડગેએ કહ્યું- ઘણા સળગતા મુદ્દાઓ પર જવાબ ન આપ્યો
કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. PM મોદીએ લોકસભા અને રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર વળતો પ્રહાર કર્યો છે.
LIVE

Background
Budget Session 2023 Live: Pm મોદીએ વિપક્ષને સંભળાવી ખરી ખોટી
ગુરુવારે રાજ્યસભામાં તેમના ભાષણ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષના ઘોંઘાટ અને સૂત્રોચ્ચારને પરોક્ષ રીતે તેની ખોટો રઘવાટ ગણાવ્યો હતો એકલો જ આટલા બધાને હું ભારે પડું છે. તેમણે કહ્યું કે તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ કમળ ખીલશે. તેમણે વધુમાં કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં 140 કરોડ દેશવાસીઓ તેમની સાથે છે.
અમે ટીકા સાંભળવા તૈયાર છીએ, પરંતુ સત્યતા વિના બેફામ આક્ષેપો યોગ્ય નથી -કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
ટીકા કરવી એ જુદી વાત છે. અમે ટીકા સાંભળવા તૈયાર છીએ, પરંતુ સત્યતા વિના બેફામ આક્ષેપો, પાયાવિહોણી આરોપો, અયોગ્ય ભાષા કેટલી હદે યોગ્ય -કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી
ડાબેરી સાંસદોએ લઘુત્તમ પેન્શન વધારવા કરી માંગણી, ગાંધી પ્રતિમાની સામે ધરણા
ડાબેરી સાંસદોએ પીએફ પેન્શન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને લાગુ કરવા અને લઘુત્તમ પેન્શન વધારીને 9,000 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ સાથે સંસદમાં ગાંધી પ્રતિમાની સામે ધરણા કર્યા.
સંસદની રચના થઈ ત્યારથી રેકોર્ડમાંથી બિનસંસદીય ભાષાને કાઢી નાખવાની પરંપરા છે. રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના ભાષણ પર આટલું અપ્રાસંગિક ત બોલી રહ્યા હતા, તો અમે તમને સાબિત કરવા કહ્યું હતું પરંતુ તેમણે તેમ કર્યું નથી: કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
