Budget Session: જાણો જવાહર લાલ નેહરુનું નામ લઈને પીએમ મોદીએ કોંગ્રસ પર શું કર્યા પ્રહાર
બંને ગૃહોમાં વિપક્ષ અદાણીને લઈને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીએ આજે આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંબોધનની સાથે વિપક્ષ પર પણ પ્રહાર કર્યાં

Background
Parliament Budget Session Live : બંને ગૃહોમાં વિપક્ષ અદાણીને લઈને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીએ આજે આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંબોધન કરી રહ્યાં છે.
જન-ધન બેંક ખાતા ખોલ્યો - PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, તેઓએ (કોંગ્રેસ) બેંકોનું એકીકરણ એ હેતુથી કર્યું હતું કે ગરીબોને બેંકનો અધિકાર મળે, પરંતુ આ દેશના અડધાથી વધુ લોકો બેંકના દરવાજા સુધી પહોંચી શક્યા નથી. કાયમી ઉકેલ શોધવા માટે અમે જન-ધન બેંક ખાતા ખોલ્યા. તેના દ્વારા દેશના ગામડાઓ સુધી પ્રગતિને લઈ જવાનું કામ કરવામાં આવ્યું છે.
પીએમ મોદીએ કહ્યું- વોટબેંકના આધારે રાજનીતિ કરતા હતા
કોંગ્રેસ સહિત વિપક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે તેમની રાજનીતિ, આર્થિક નીતિ અને સામાજિક નીતિ વોટબેંકના આધારે ચાલતી હતી, પરંતુ અમને રસ્તા પરના ફેરિયાઓની ચિંતા છે. પીએમ-સ્વાનિધિ અને પીએમ-વિકાસ યોજના દ્વારા, અમે સમાજના એક મોટા વર્ગની ક્ષમતા વધારવાનું કામ કર્યું છે.
PM મોદીએ કહ્યું- વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું
પીએમ મોદીએ કહ્યું કે વેક્સીનને લઈને દેશના વૈજ્ઞાનિકોનું અપમાન થયું છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિરુદ્ધ છે. વેક્સીનને લઈને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.





















