શોધખોળ કરો

Lok Sabha Election 2024: ભાજપે ટિકિટ આપ્યાના 24 કલાકની અંદર પવન સિંહે ચૂંટણી લડવાનો કર્યો ઇન્કાર, જાણો કારણ

Lok Sabha Election: પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ભાજપે પવન સિંહને ટિકિટ આપી હતી. હાલમાં અહીંથી તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિંહા સાંસદ છે.

Pawan Singh on Lok Sabha Election: ભાજપ દ્વારા શનિવારે (2 માર્ચ) સાંજે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આમાં ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહને પણ ટિકિટ આપવામાં આવી હતી. પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી ભાજપે પવન સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. જો કે ટિકિટ મળ્યાના 24 કલાકની અંદર પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

ભોજપુરી સુપરસ્ટારે રવિવારે (3 માર્ચ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી કે તે ચૂંટણી નહીં લડે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, 'હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં. તેમણે આ ટ્વીટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીને ટેગ કર્યા છે.

-

BJP Candidates List 2024: BJPની પહેલા લિસ્ટમાં દિગ્ગજોને નહિ સ્થાન, જાણો ક્યાં નેતાના નામ ગાયબ

Lok Sabha Elections 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ છે, જેમાંથી 34 વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વર્તમાન મંત્રીઓ છે. મતલબ કે ભાજપે ફરી આ મંત્રીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ભાજપે પ્રથમ યાદીમાં ઘણા શક્તિશાળી મંત્રીઓના નામ જાહેર કર્યા નથી. સૌથી પહેલા જાણીએ કે ભાજપે કયા મંત્રીઓ પર ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપની પ્રથમ યાદીમાં આ મંત્રીઓને ટિકિટ મળી હતી

નરેન્દ્ર મોદી - વારાણસી

અમિત શાહ - ગાંધીનગર

રાજનાથ સિંહ - લખનૌ

સ્મૃતિ ઈરાની - અમેઠી

કિરેન રિજિજુ - અરુણાચલ પૂર્વ

રાજીવ ચંદ્રશેખર - તિરુવનંતપુરમ

જ્યોતિરાદિત્ય સિંધિયા- ગુના

ભૂપેન્દ્ર યાદવ -અલવર

ગજેન્દ્ર સિંહ શેખાવત- જોધપુર

સર્બાનંદ સોનોવાલ- ડિબ્રુગઢ

સંજીવ બાલિયા- મુઝફ્ફરનગર

અર્જુન મુંડા -ખુંટી

અર્જુન રામ મેઘવાલ -બિકાનેર

પરષોત્તમ રૂપાલા -રાજકોટ

મનસુખ માંડવીયા- પોરબંદર

દેવુસિંહ ચૌહાણ -ખેડા

કૈલાશ ચૌધરી -બાડમેર

જીતેન્દ્ર સિંહ -ઉધમપુર

અન્નપૂર્ણા દેવી- કોડરમા

જી કિશન રેડ્ડી- સિકંદરાબાદ

ફગ્ગન સિંહ કુલસ્તે- મંડલા

વિરેન્દ્ર ખટીક-- ટીકમગઢ

વી મુરલીધરન - અટિંગલ

સત્યપાલ બઘેલ - આગ્રા

અજય મિશ્રા ટેની -ખેરી

કૌશલ કિશોર -મોહનલાલગંજ

ભાનુ પ્રતાપ વર્મા-  જાલૌન

સાધ્વી નિરંજન જ્યોતિ - ફતેહપુર

પંકજ ચૌધરી  - મહારાજગંજ

નિશીથ પ્રામાણિક- કૂચ બિહાર

શાંતનુ ઠાકુર -બાણગાંવ

સુભાષ સરકાર – બાંકુરા

હવે વાત કરીએ એવા મંત્રીઓની કે જેમનું કદ મોદી સરકારમાં ભલે ઘણું મોટું હોય, પરંતુ તેઓ લોકસભા ચૂંટણીની પ્રથમ યાદીમાં પોતાનું સ્થાન બનાવી શક્યા ન હતા. જો કે તેમાંથી કેટલાક રાજ્યસભામાંથી સાંસદ પણ બન્યા છે, પરંતુ ભાજપની તાજેતરની રણનીતિ અનુસાર પાર્ટી રાજ્યસભાના સાંસદોને પણ મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટીએ પોતાની પ્રથમ યાદીમાં પણ આ કર્યું છે. જો કે, ચાલો જાણીએ કે મોદી સરકારના કયા મંત્રીઓને પ્રથમ યાદીમાં સ્થાન મળ્યું નથી.

આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન

નીતિન ગડકરી,ગિરિરાજ સિંહ,રાજકુમાર સિંહ,અનુરાગ ઠાકુર,રાવ ઈન્દ્રજીત સિંહ,અશ્વિની ચૌબે,વીકે સિંહ,કૃષ્ણપાલ,દાનવે રાવસાહેબ દાદારાવ,નિત્યાનંદ રાય,શોભા કરંડલાજે,દર્શના જરદોશ,  મીનાક્ષી લેખી,સોમ પ્રકાશ,રામેશ્વર તેલી,અન્નપૂર્ણા દેવી,નારાયણસ્વામી,અજય ભટ્ટ,ભગવંત ઘુબા,કપિલ મોરેશ્વર પાટીલ,પ્રતિમા ભૌમિક,સુભાષ સરકાર,રાજકુમાર રંજન સિંહ,ભારતી પંવાર,બિશ્વેશ્વર તોડુ,એમ. મહેન્દ્રભાઈ,જોન બાર્લા,આ મંત્રીઓને પહેલી યાદીમાં નથી મળ્યું સ્થાન     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Sheikh Hasina Gets Death Penalty : ઈંટરનેશનલ ક્રાઈમ ટ્રીબ્યુનલ કોર્ટે શેખ હસીનાને સંભળાવી ફાંસીની સજા
Ahmedabad news : અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડેંટલ હોસ્પિટલનું સામે આવ્યું ભોપાળું
Bhavnagar Murder Case: ભાવનગરમાં ફોરેસ્ટ વિભાગનો અધિકારી જ બન્યો પરિવારનો હત્યારો
Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
Rain: ભરશિયાળે ફરી વરસશે વરસાદ? અંબાલાલ પટેલે ફરી કરી આગાહી, આ તારીખે થશે માવઠું
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
રોકેટ બન્યા આ ડિફેન્સ કંપનીના શેર, 100 કરોડના આર્મી ઓર્ડરની અસર, રોકાણકારોને બખ્ખા 
Embed widget