શોધખોળ કરો

Nepal crash : નેપાળમાં પ્લેન ક્રેશ, કાઠમાંડુથી પોખરા જતું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, 68 પ્રવાસી હતા સવાર

Nepal plane crashed :નેપાળમાં એક ભયંકર વિમાન દુર્ઘટના થઇ છે. અહીં કાંઠમાંડુથી પોખરા જતું વિમાન કેશ થઇ ગયું છે. યતિ એરલાઇન્સનું આ પ્લેન હતું. જેમાં 68 પ્રવાસી યાત્રા કરી રહ્યાં હતા. આ દુર્ઘટના નેપાળના પોખરા પાસે ઘટી છે.

 Nepal plane crashe :નેપાળમાં એક ભયંકર વિમાન દુર્ઘટના થઇ છે. અહીં કાંઠમાંડુથી પોખરા જતું વિમાન કેશ થઇ ગયું છે. યતિ એરલાઇન્સનું આ પ્લેન હતું. જેમાં 68 પ્રવાસી યાત્રા કરી રહ્યાં હતા. આ દુર્ઘટના નેપાળના પોખરા પાસે ઘટી છે.

નેપાળના પોખરા પાસે યેતી એરલાઈન્સનું ATR-72 વિમાન ક્રેશ થયું છે. કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR 72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું. વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. હજુ આ પ્લેન ક્રેશ વિશે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.

AMERICA FIRING: અમેરિકામાં ફરી વધુ એક વાર ફાયરિંગ, 3 લોકોના મોત, આરોપીની ધરપકડ

AMERICA FIRING: અમેરિકાના ઓહાયોના કલીવલેન્ડમાં ગોળીબારની ઘટના બની છે જેમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાને પગલે આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આખરે શૂટરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને પરિસ્થિતિને થાળે પાડી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અવારનવાર સામે આવી રહે છે. દેશમાં ગોળીબારની વધતી જતી ઘટનાઓને કારણે ગન કલ્ચર પર કાયદો બનાવવાની ઘણી ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો:-Pakistan Crisis: પાકિસ્તાનમાં મોંઘવારી ચરમસીમાએ, અનેક રાજકીય પક્ષોએ કર્યો વિરોધ

Pakistan Flour Shortage: પાકિસ્તાનમાં ઘણા રાજકીય પક્ષોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો મોંઘા ભાવે લોટ વેચીને લોકોને લૂંટી રહ્યા છે. તેમણે શાહબાઝ સરકાર પાસે લોટના ભાવ સુનિશ્ચિત કરવા માંગ કરી હતી.

Pakistan Protest over Flour Shortage: પાકિસ્તાનમાં આર્થિક સંકટની સ્થિતિ ધીમે ધીમે વધુ ગંભીર બની રહી છે. દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે અને લોકોની ખરીદશક્તિમાં ઘણો ઘટાડો થયો છે. દરમિયાન, દેશમાં લોટની ભારે અછત છે (પાકિસ્તાન લોટની અછત). આવી સ્થિતિને કારણે અનેક રાજકીય પક્ષો તરફથી સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના ઘણા રાજકીય પક્ષોએ લોટની અછત અને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે.

ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના અનેક રાજકીય પક્ષોના કાર્યકર્તાઓએ પણ સરકાર પાસે સંગ્રહખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

લોટની અછત સામે વિરોધ પ્રદર્શન :

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી-શહીદ ભુટ્ટો (Pakistan Peoples Party-Shaheed Bhutto), સિંધ તારકી-પસંદ પાર્ટી(Sindh Taraqqi-pasand Party) અને તેહરીક-એ-લબ્બેક પાકિસ્તાન (Tehreek-i-Labbaik Pakistan)ના કાર્યકરોએ શુક્રવારે (13 જાન્યુઆરી) આકાશને આંબી રહેલી મોંઘવારી અને લોટની અછત સામે જુદા જુદા પ્રદર્શનો યોજ્યા હતા. ડૉન સમાચાર મુજબ, લરકાનામાં એક સ્થાનિક પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

શિયા ઉલેમા કાઉન્સિલ અને સિંધ તર્કી પાસંદ પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રેસ ક્લબમાં સરઘસ કાઢ્યું અને પ્રદર્શન કર્યું હતું . પક્ષોના નેતાઓએ જિલ્લામાં ચાલી રહેલી પાકિસ્તાની લોટની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મોટી માંગને પહોંચી વળવા માટે કેટલાક આઉટલેટ્સ ઓછી કિંમતના લોટની સપ્લાય કરવા માટે પૂરતા નથી.

સંગ્રહખોરો સામે કાર્યવાહી કરવાની માંગ :

ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં શિયા ઉલેમા કાઉન્સિલ અને સિંધ તારકી પાસંદ પાર્ટીના કાર્યકરોએ શહેબાઝ શરીફ સરકાર  (Shehbaz Sharif Govt) ને સંગ્રહખોરો સામે પગલાં લેવાની માંગ કરી હતી. તેઓનો આરોપ છે કે, કેટલાક લોકો મોંઘા ભાવે લોટ વેચીને લોકોને લૂંટી રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ દુકાનો પર રૂ. 65ના અંકુશિત ભાવે લોટની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના નિર્ણયનો અમલ કરવો એ સમયની જરૂરિયાત છે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget