PM Modi Bhopal Visit Live: ભોપાલ પહોંચ્યા PM મોદી, CMએ હાથ જોડી કર્યાં પ્રણામ, કહ્યું, પ્રદેશમાં સૌભાગ્યનો સૂર્યોદય
આજે PM મોદી રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી રાજ્યની પ્રથમ અને દેશની 11મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.

Background
PM Modi Bhopal Visit Live:આજે PM મોદી રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી રાજ્યની પ્રથમ અને દેશની 11મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે.
મુખ્યમંત્રીએ હાથ જોડી કર્યુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભોપાલ પહોંચ્યા છે. સીએમ શિવરાજે સ્ટેટ હેંગરમાં હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. PM ના આગમન પહેલા સીએમએ કહ્યું કે 'વડાપ્રધાનનું આગમન આ પ્રદેશના સૂર્યોદય સમાન છે.
ઇન્દોર અકસ્માતના કારણે પીએમ મોદીનો રોડ શો થયો રદ
વડાપ્રધાન મોદી સંમેલન ઉપરાંત રાજ્યની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી બતાવવામાં આવશે. વંદે ભારત ટ્રેન ભોપાલથી દિલ્હી વચ્ચે દોડશે. આ સાથે વડાપ્રધાનનો રોડ શો પણ યોજાવાનો હતો, પરંતુ ઈન્દોર અકસ્માતને કારણે તે રદ્દ કરવામાં આવ્યો છે.
Pm મોદી ભોપાલમાં 6 કલાક 55 મિનિટ રોકાણ કરશે
પીએમ મોદી ભોપાલમાં 6 કલાક 55 મિનિટ રોકાશે. તેઓ ભોપાલથી સાંજે 4.10 કલાકે રવાના થશે. પીએમ મોદીના આગમનને કારણે રાજધાની ભોપાલના ઘણા માર્ગો બંધ રહેશે, જ્યારે ઘણા માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યાં છે. છેલ્લા છ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મધ્યપ્રદેશની આ ચોથી મુલાકાત છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.





















