નવી સંસદને લઈને વિપક્ષના વિરોધ અંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું – ‘પોત-પોતાના વિચાર અમે બધાને બોલાવ્યા’
New Parliament Building: વિપક્ષ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવામાં વ્યસ્ત છે. ત્યારે હવે ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે નવું સંસદ ભવન પીએમ મોદી...
Parliament Building Inauguration: નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનના બહિષ્કારને લઈને વિપક્ષ એકજૂટ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે નવું સંસદ ભવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીનો પુરાવો છે. અમિત શાહે કહ્યું કે પીએમ મોદી 28 મેના રોજ સંસદની નવનિર્મિત ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. લગભગ 60,000 શ્રમ યોગીઓએ રેકોર્ડ સમયમાં આ નવી રચના બનાવવા માટે યોગદાન આપ્યું છે. આ પ્રસંગે પીએમ તમામ શ્રમ યોગીઓનું સન્માન પણ કરશે.
प्रधानमंत्री नरेंद्र मोदी 28 मई को संसद का नवनिर्मित भवन राष्ट्र को समर्पित करेंगे। इस नई संचरना को रिकॉर्ड समय में बनाने के लिए करीब 60,000 श्रमयोगियों ने अपना योगदान दिया है। इस अवसर पर पीएम सभी श्रमयोगियों का सम्मान भी करेंगे: केंद्रीय गृह मंत्री अमित शाह, दिल्ली pic.twitter.com/xKjoVJmO0P
— ANI_HindiNews (@AHindinews) May 24, 2023
ઐતિહાસિક પરંપરા પુનર્જીવિત થશે- અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે, ઉદ્ઘાટન સમારોહમાં એક ઐતિહાસિક પરંપરાને પુનર્જીવિત કરવામાં આવશે, જેની પાછળ યુગોથી જોડાયેલી પરંપરા છે. તેને તમિલમાં સેંગોલ કહેવામાં આવે છે જેનો શાબ્દિક અર્થ થાય છે સંપત્તિથી સંપન્ન. ગૃહમંત્રીએ કહ્યું કે, 14 ઓગસ્ટ 1947ના રોજ એક અનોખી ઘટના બની હતી. 75 વર્ષ પછી આજે દેશના મોટાભાગના નાગરિકો આ વાતથી વાકેફ નથી. સેંગોલે આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સેંગોલ સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું. જ્યારે પીએમ મોદીને આ અંગેની માહિતી મળી તો તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. પછી નક્કી થયું કે તેને દેશ સમક્ષ મુકવામાં આવે. આ માટે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.
सेंगोल की स्थापना के लिए संसद भवन से उपयुक्त और पवित्र स्थान कोई और हो ही नहीं सकता इसलिए जिस दिन नए संसद भवन को देश को समर्पित किया जाएगा उसी दिन प्रधानमंत्री नरेंद्र मोदी तमिलनाडु से आए हुए अधीनम से सेंगोल को स्वीकार करेंगे और लोकसभा अध्यक्ष के आसन के पास इसे स्थापित करेंगे:… https://t.co/xmCcQP0g5M pic.twitter.com/FBqfT5u8Ha
— ANI_HindiNews (@AHindinews) May 24, 2023
આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષના વિરોધ પર બોલતા કહ્યું કે અમે ઉદ્ઘાટન સમારોહમાં બધાને આમંત્રણ આપ્યું છે.