LOK Sabha Election Date 2024: થોડી મિનિટમાં ચૂંટણીની તારીખ થશે જાહેર, જાણો કેટલા તબક્કામાં યોજાશે મતદાન
લોકસભાની ચૂંટણીની તારીખ ટુંક સમયમાં જાહેર થશે, લોકસભાની ચૂંટણીની તારીખ સાથે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર થઇ શકે છે.
![LOK Sabha Election Date 2024: થોડી મિનિટમાં ચૂંટણીની તારીખ થશે જાહેર, જાણો કેટલા તબક્કામાં યોજાશે મતદાન Polling will be held in these stages after announcing the date of the Lok Sabha elections LOK Sabha Election Date 2024: થોડી મિનિટમાં ચૂંટણીની તારીખ થશે જાહેર, જાણો કેટલા તબક્કામાં યોજાશે મતદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/16/7b70397a5a687352bbb8bd983b6aeb30171058245269381_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને નવા નિયુક્ત ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુ વિજ્ઞાન ભવન પહોંચ્યા છે. વિજ્ઞાન ભવનમાં સ્ટેજ પર બધા પોતપોતાની સીટ પર બેઠા છે. પત્રકાર પરિષદ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેમણે બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી છે.
લોકસભા ચૂંટણી 2024ની સાથે અન્ય ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરવામાં આવનાર છે. શનિવારે (16 માર્ચ) ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલા, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર તૈયારીઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યાન હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખવા માટે આયોજિત આ છેલ્લી બેઠક કહી શકાય. આ નિવેદન બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે લોકસભા ચૂંટણી 2024ની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.
કેટલા તબક્કામાં ચૂંટણી યોજી શકાશે?
માનવામાં આવે છે કે આ વખતે લોકસભાની ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. 2019માં ચૂંટણી પંચે 7 તબક્કામાં ચૂંટણી યોજી હતી. જ્યારે 2014માં 7 એપ્રિલ 2014થી 12 મે 2014 વચ્ચે 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે પરિણામ 16 મેના રોજ આવ્યું હતું.
2019 માં તારીખો ક્યારે જાહેર કરવામાં આવી હતી?
ચૂંટણી પંચે છેલ્લે 10 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે ગત વર્ષની સરખામણીમાં 16મી માર્ચે એટલે કે 6 દિવસ મોડી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી રહી છે.
કયા રાજ્યમાં ચૂંટણી ક્યારે યોજાઈ હતી?
પ્રથમ તબક્કો- 11 એપ્રિલે પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થયું હતું. 11 એપ્રિલ 2019ના રોજ આંધ્ર પ્રદેશ (તમામ 25 બેઠકો), અરુણાચલ પ્રદેશ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), જમ્મુ અને કાશ્મીર (2), મહારાષ્ટ્ર (7), મણિપુર (1) મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1), ઓડિશા (4), સિક્કિમ (1), તેલંગાણા (17), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (2) ) આંદામાન અને નિકોબારમાં (1), લક્ષદ્વીપ (1)માં મતદાન થયું હતું.
બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), જમ્મુ અને કાશ્મીર (2), કર્ણાટક (14), મહારાષ્ટ્ર (10), મણિપુર (1), ઓડિશા (5), તમિલનાડુ (39) , ત્રિપુરામાં (1), ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), પુડુચેરી (1)માં મતદાન થયું હતું.
ત્રીજો તબક્કો- 23 એપ્રિલે 14 રાજ્યોની 115 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગુજરાત (26), ગોવા (2), જમ્મુ અને કાશ્મીર (1)*, કર્ણાટક (14), કેરળ (20), મહારાષ્ટ્ર (14) ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (10), પશ્ચિમ બંગાળ (5), દાદરા અને નગર હવેલી (1), દમણ અને દીવ (1)માં મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (1)*, ઝારખંડ (3), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (17), ઓડિશા (6), રાજસ્થાન (13), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળમાં (8) મત પડ્યા હતા.
પાંચમો તબક્કો- 6 મેના રોજ 7 રાજ્યોની 51 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે, બિહાર (5), જમ્મુ અને કાશ્મીર (2)*, ઝારખંડ (4), મધ્ય પ્રદેશ (7), રાજસ્થાન (12), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (7)માં મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કા- 12 મેના રોજ 7 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (8), દિલ્હી (7)ની બેઠકો પર મતદાન થયું હતું.
સાતમો તબક્કો- 19 મેના રોજ 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન થયું હતું. આ દિવસે બિહાર (8), ઝારખંડ (3), મધ્યપ્રદેશ (8), પંજાબ (13), પશ્ચિમ બંગાળ (9), ચંદીગઢ (1), ઉત્તર પ્રદેશ (13), હિમાચલ પ્રદેશ (4)માં મતદાન થયું હતું. ).
7- 2019માં કેટલા મતદારો હતા?
2019ની લોકસભા ચૂંટણીમાં 90 કરોડ મતદારો હતા. જો કે આ પૈકી 67.11 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં 46.8 કરોડ પુરુષ અને 43.2 કરોડ મહિલા મતદારો હતા. 2014ની સરખામણીમાં 2019માં 8.4 કરોડ મતદારોનો વધારો થયો હતો. તેમાંથી 1.5 કરોડ મતદારો 18 થી 19 વર્ષની વય જૂથના હતા. 2014માં 81 કરોડ મતદારો હતા.
8- 2019 માં શું પરિણામો આવ્યા?
2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ 351 બેઠકો જીતી હતી, જ્યારે UPAને 90 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. જ્યારે ટીએમસીને 22 બેઠકો મળી હતી. છેલ્લી ચૂંટણીમાં શિવસેનાને NDAમાં સામેલ કરવામાં આવી હતી, જ્યારે પાર્ટીએ 18 બેઠકો જીતી હતી. નીતિશની JDUને 16 બેઠકો મળી હતી. તમિલનાડુની સત્તાધારી પાર્ટી ડીએમકેને 23 બેઠકો મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)