મને ડિસ્ક્વાલિફાર્ઇ કરીને ડરાવી નહિ શકો, સવાલ પૂછતો રહીશ, સાંસદની સદસ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંઘીનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કર્યાં બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ મૂકતા પત્રકારોના પણ જવાબ આપ્યાં છે.
LIVE
Background
Rahul Gandhi PC:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કરી દેવાઇ છે. જો કે, તેની પાસે હજુ પણ ટોચની અદાલતોમાં અપીલ કરવાનો વિકલ્પ છે. અહીં રાહુલ ગાંધી આજે બપોરે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાનો પક્ષ રાખી રહ્યાં હતા.જાણીએ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શું કહ્યું છે.
દેશમાં લોકતંત્ર પર હુમલો:રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. સંસદમાં મંત્રીઓએ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. મારા ભાષણોને સંસદમાંથી હટાવી દેવામાં આવ્યા. તેણે કહ્યું- હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું ડરતો નથી.
હું દેશ માટે લડતો રહીશઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.
દેશમાં OBCનો કોઈ મુદ્દો નથીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં OBCનો કોઈ મુદ્દો નથી. આ અદાણી અને મોદીજી વચ્ચેના સંબંધની વાત છે. જો તમે ભારત જોડો યાત્રા દરમિયાન આપેલા મારા નિવેદનો જોશો તો મેં આવું ક્યારેય કહ્યું નથી. મેં દરેક વર્ગને એક થવા કહ્યું. તેમણે કહ્યું- બધા એક છે, દેશમાં ભાઈચારો હોવો જોઈએ.
ગાંધી ક્યારેય માફી નથી માગતા... હું સાવરકર નથી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. તેના પર તેણે કહ્યું- મને સમર્થન કરવા માટે હું તમામ વિપક્ષી પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા સાથે મળીને કામ કરીશું. માફીના પ્રશ્ન પર તેમણે કહ્યું- ગાંધીજી ક્યારેય માફી માંગતા નથી. હું સાવરકર નથી
મેં અદાણી અને પીએમ મોદીની પ્લેનમાં બેઠેલ તસવીર પણ બતાવી હતી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, મોદીજી અને અદાણી વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ બન્યા ત્યારથી એક સંબંધ છે. મેં એરોપ્લેનમાં બેઠેલા તેનો ફોટો પણ બતાવ્યો છે. તે તેના મિત્ર સાથે ખૂબ આરામથી બેઠા જોવા મળે છે.
હું દેશ માટે લડતો રહીશ: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.