શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં 11 દિવસીય બાળકીને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો વિગત
રાજકોટમાં આજે કોરોનાના વધુ ત્રણ કેસો આવ્યા સામે. તમામ કેસો જંગલેશ્વર વિસ્તારમાં નોંધાયા. બાળકીના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ નહીં.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનો કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં આજે 11 દિવસીય બાળકીને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. આ બાળકી ઉપરાંત 47 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જોકે, બાળકીના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. રાજકોટમાં આજે સામે આવેલા ત્રણ કેસો જંગલેશ્વર વિસ્તારના છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કેસનો આંકડો 21 એ પહોંચ્યો છે.
ગુજરાત કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 654 પર પહોંચી છે. તેમજ ગઈ કાલે બે લોકોના મોત થતા મૃત્યુઆંક 28 થયો છે. જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે. રાજ્યમાં જે બે લોકોના મોત થયા છે તેમાં ભાવનગરના એક 50 વર્ષના પુરૂષ તેમને ડાયાબિટીશની પણ બિમારી હતી. જ્યારે વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમા એક મોત થયું છે. જે જિલ્લાઓમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નથી તેવા જિલ્લાઓમાં પણ ટેસ્ટ કર્યા ત્યાં ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી.
આરોગ્ય સચિવ જયંતી રવિના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 78 પોઝિટિવ બાકી બધા નેગિટિવ આવ્યા છે. હાલ 555 દર્દીઓ સ્ટેબલ છે, 8 વેન્ટીલેટર પર છે અને 59 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ભાવનગરના એક પુરૂષ અને મહિલા સ્વસ્થ થયા છે, જ્યારે અમદાવાદમાં 28 વર્ષના મહિલા અને સુરતમાં એક પુરૂષ સ્વસ્થ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion