શોધખોળ કરો
31st પહેલા રાજકોટમાંથી ઝડપાયો 16 લાખ રૂપિયાનો દારૂ, ટ્રાકમાં દારૂ એવી જગ્યાએ છૂપાવ્યો હતો કે પોલીસ પણ જોઈને ચોંકી ગઈ, જાણો વિગત
દારૂ ભરેલો ટ્રક રાજકોટમાં લાવીને તેનો નવા વર્ષની પાર્ટીઓ માટે રાજકોટમાં તથા આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવાનો પ્લાન હતો
રાજકોટઃ રાજકોટમાં ઘૂસાડવામાં આવનારો 16 લાખનો દારૂ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. કોઈને ખબર નહીં પડે તે રીતે રાજસ્થાનના ટ્રકમાં દારૂની પેટીઓ ભરીને લાવવામાં આવતી હતી. પોલીસે દારૂના ટ્રક સહિત આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી શરૂ કરી છે.
દારૂ ભરેલો ટ્રક રાજકોટમાં લાવીને તેનો નવા વર્ષની પાર્ટીઓ માટે રાજકોટમાં તથા આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ઘૂસાડવાનો પ્લાન હતો. જોકે, પોલીસે ગેરકાયદેસર રીતે રાજકોચમાં દારૂ ઘૂસાડવાના પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો.
મહત્વનું છે કે, નવા વર્ષની ઉજવણી દરમિયાન ગુજરાતમાં દારૂની રેલમછેલ ના થાય તે માટે પોલીસ દ્વારા શંકાસ્પદ લોકો અને વાહનો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા ગુજરાતમાં ચેકિંગ પણ ચાલી રહ્યું છે.
રાજસ્થાનથી આવેલા RJ19-2G-1048 નંબરની ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાં લોખંડની પેટીઓ બનાવીને દારૂ ભરવામાં આવ્યો હતો કે જેથી કોઈ બહારથી જોઈને ઓળખી જ ના શકે. જોકે પોલીસે ગેરકાયદેસર રીતે રાજકોટમાં દારૂ ઘૂસાડવાના ઈરાદાને નિષ્ફળ બનાવી દીધો હતો. ક્રાઈમ બ્રાંચે ટ્રક ચાલક હનુમાનરામ નામના શખ્સની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement