Video: રાજકોટમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા મામા ભાણેજના આજી ડેમમાં ડૂબી જવાથી મોત, મોતનો Live વીડિયો આવ્યો સામે
Rajkot: રાજકોટમાં આજી ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.ગણેશ વિસર્જન કરતા સમયે ડૂબી જવાથી મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.
Rajkot: રાજકોટમાં આજી ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.ગણેશ વિસર્જન કરતા સમયે ડૂબી જવાથી મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતા. ત્યા દુર્ઘટના ઘટી હતી. મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ હતા જ્યારે હર્ષ નામના તેમના ભાણેજની ઉંમર ૧૯ વર્ષ હતી. એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
બંને યુવાનો ડૂબતા હોય તેવા લાઇવ વિડિયો આવ્યા સામે આવ્યો છે. યુવકોના પરિવારજનો બહાર ઊભા છે અને યુવાનો ડૂબી રહ્યા છે. મામા કેતન ઉર્ફે રામભાઈને બેટરીની દુકાન છે અને ભાણેજ અભ્યાસ કરતો હતો.. બંને યુવાનો પરિવારની નજર સામે ડૂબતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સમગ્ર બનાવ લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક શર્ટ વાળો યુવાનને તરતા આવડતું હોવાથી તે બચી જાય છે અને આ બંને યુવાનો ડૂબી જાય છે.
જુઓ વીડિયો
રાજકોટ: આજી ડેમમાં પરિવારની સામે જ મામા ભાણેજના ડૂબી જવાથી મોત pic.twitter.com/V6E3qmQqCo
— ABP Asmita (@abpasmitatv) September 23, 2023
દેશભરમાં અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે મોટી માહિતી આપી છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચારેયબાજુ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, અને ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતમાં પણ વરસાદે કેર વર્તાવ્યો છે, હવે દેશભરમાં ચોમાસાની સિઝનને લઇને હવામાન વિભાગે મહત્વની જાહેરાત કરી છે, તેમના અનુસાર, દેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય તારીખ નજીક આવી ગઇ છે, એટલે કે ચોમાસુ હવે વિદાય લઇ લેશે. દેશભરમાં આ ચોમાસા સિઝનમાં સામાન્ય વરસાદ કરતા ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી વિદાય લે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગ અનુસાર, આ મહિનાના અંત સુધીમાં ચોમાસું વિદાય લઇ લેશે.
બે દિવસ સુધી રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના મતે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. સુરત ,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. શનિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 120.57 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 96.40 ટકા વરસાદ વરસ્યો છે.