શોધખોળ કરો

Rajkot News: લિફ્ટમાં બાળકોને એકલા મોકલતા પહેલા સાવધાન,3 વર્ષની બાળકીનું કમકમાટીભર્યુ મોત

રાજકોટમાં હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટ દુર્ઘટનાના કારણે 3 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત થયું છે, કેવી રીતે બની ઘટના જાણીએ....

Rajkot  News:જો આપ બાળકને એકલા લિફ્ટ કે પાર્કિગમાં મૂકતા હો તો સાવધાન.માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં બાળકીની માથે લિફ્ટ પડતા બાળકીનું કમકમાટીભર્યુ મોત થયું છે. અહીં રાજકોટના પંચાયત ચોકમાં આવેલી હેવોલોક એપાર્ટમેન્ટમાં પાર્કિગમાં લિફ્ટનો દરવાજો ખુલ્લી જતાં લિફ્ટ પાર્કિગમાં ઉભેલી બાળકી પર પડી હતી.  દુર્ઘટનામાં બાળકીનું કમકમાટીભર્યુ મોત થયુ છે. દુર્ઘટનાથી સોસાયટીમાં હડકંપ મચી ગઇ હતી. પાર્કિગમાં લિફ્ટનો દરવાજો કેવી રીતે ખુલ્લી ગયો જેને લઇને સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યાં છે. સોસાયટી સંચાલકોની ઘોર બેદરકારીના કારણે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટના બાદ બાળકીને  રાજકોટ સિવિલ હોસ્પિટલ  પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. દુર્ધટનામાં બાળકીના મોતથી પરિવાર અને સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

લિફ્ટનો ઉપયોગ કરતી વખતે આ  સાવધાનીના પગલે અનુસરો

લિફ્ટમાં થતી ટેકનિકલ ખામીના કારણે એક નહી અનેક વખત દુર્ઘટનાની ઘટનાઓ સામે આવી છે. લિફ્ટના ઉપયોગમાં થતી લાપરવાહીના કારણે તો કેટલીક વખત ટેકનિક ખામીના કારણે લોકોએ જિંદગી ગુમાવી હોય તેવા કિસ્સા છે. આ સ્થિતિમાં લિફ્ટમાં જતાં પહેલા શું સાવધાની રાખવી તેજાણવું જરૂરી છે. જેથી ટેકનિકલ ખામીના કારણે સર્જાતી ભયાવહ સ્થિતિથી બચી શકાય.

જો તમે લિફ્ટમાં અટવાઈ ગયા હોવ, તો તેને ચાલુ કરવા માટે વારંવાર બટન દબાવો નહીં. ઘણી વખત લિફ્ટ એ ફ્લોર પર અટકતી નથી જ્યાં તેને રોકવી જોઈએ અને નીચે જવા લાગે છે. તેનાથી પણ લોકો ડરી જાય છે. આ સ્થિતિમાં પણ વારંવાર બટન દબાવો નહીં તો લિફ્ટમાં બીજી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ શકે છે.

- જો તમને લિફ્ટનો ઉપયોગ કરતી વખતે કોઈ ખામી કે ટેક્નિકલ સમસ્યા જણાય તો તરત જ સોસાયટીના ગાર્ડ કે મેઈન્ટેનન્સ ઓફિસને જાણ કરો. આની મદદથી લિફ્ટની જાળવણી અને ટેકનિકલ ખામીને સમયસર સુધારી શકાય છે, જેથી કોઈ અકસ્માત ન થાય.

લોકો ઘણી વખત લિફ્ટની વચ્ચે હાથ નાખે છે. આવું કરવું પણ ખતરનાખ સાબિત થઇ શકે છે.  આનાથી તમારા હાથને ઈજા થઈ શકે છે અને હાડકાંનું ફ્રેક્ચર પણ થઈ શકે છે. એક બીજી વાત ખાસ એ છે કે,લિફ્ટમાં જતી વખતે મોબાઇલ હંમેશા સાથે રાખવો જેથી લિફ્ટ અચાનક બંધ થઇ જાય તો કોલ કરીને કોઇની મદદ લઇ શકાય. ઘણી વખત લિફ્ટ બંધ થઇ જતાં અંદરની ફોન લાઇન પણ બંધ થઇ જાય છે.

-લિફ્ટમાં પ્રવેશતા પહેલા તપાસ કરો કે તેમાં પહેલાથી તેમાં કેટલા લોકો છે. ઓવરલોડિંગને કારણે લિફ્ટમાં ટેકનિકલ સમસ્યા પણ આવી શકે છે, લિફ્ટ અધવચ્ચે બંધ થઈ શકે છે.

-જો તમે લિફ્ટમાં એકલા હોવ અને લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જાય તો ગભરાશો નહીં. જો લિફ્ટમાં એલાર્મ બટન હોય તો તેને દબાવો. કેટલીક લિફ્ટમાં હેલ્પલાઇન નંબર પણ લખવામાં આવે છે. જો આ નંબર તમારી લિફ્ટમાં લખાયેલો હોય તો તેને કોલ કરો. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ આમાં તમારી મદદ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડીAhmedabad Suicide Case : ફિઝિયોથેરિપિસ્ટ યુવતીએ કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
'ગાઝામાં ખતમ કરી દઇશું સીઝફાયર', ઇઝરાયલના વડાપ્રધાને કેમ આપી હમાસને ધમકી?
'ગાઝામાં ખતમ કરી દઇશું સીઝફાયર', ઇઝરાયલના વડાપ્રધાને કેમ આપી હમાસને ધમકી?
Rahul Gandhi: ભારતીય સેના વિરુદ્ધ અપમાનજનક નિવેદન મામલે રાહુલ ગાંધીને સમન્સ, 24 માર્ચે થશે સુનાવણી
Rahul Gandhi: ભારતીય સેના વિરુદ્ધ અપમાનજનક નિવેદન મામલે રાહુલ ગાંધીને સમન્સ, 24 માર્ચે થશે સુનાવણી
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,  જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Weather forecast: કાતિલ ઠંડીમાં થશે વધારો, દેશના અનેક રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી 
Embed widget