શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

GONDAL: ગોંડલની આ હોસ્પિટલમાં પ્રથમ નોરતે 9 દીકરીનો જન્મ થતા ખુશીની લહેર

GONDAL: આદ્યશક્તિના પર્વ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. માતાજીની આરાધનાના આ પર્વ પર ગોંડલની એક જ હોસ્પિટલમાં નવ દીકરીઓનો જન્મ થતા ખુશીની લહેર જોવા મળી છે.

GONDAL: આદ્યશક્તિના પર્વ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. માતાજીની આરાધનાના આ પર્વ પર ગોંડલની એક  હોસ્પિટલમાં નવ દીકરીઓનો જન્મ થતા ખુશીની લહેર જોવા મળી છે. જગદંબાની આરાધનાના અવસરે નવ પરિવારને ત્યા લક્ષ્મીનું અવતરણ થતા દરેક પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલની રામ હોસ્પિટલમાં પ્રથમ નોરતે નવ દીકરીઓ જન્મી છે. રામ હોસ્પિટલમાં પ્રથમ નોરતે કુલ 11 સ્ત્રીઓની પ્રસુતિ થઈ હતી. જેમાં અલગ અલગ નવ માતાએ નવ દીકરીઓને જન્મ આપ્યો જ્યારે બે માતાઓએ બે દીકરાને જન્મ આપ્યો છે.

રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી

ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું, ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ઉપરાંત સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા છે.  અમદાવાદમાં સતત બીજા નોરતે વરસાદની પધરામણી થઈ છે. શહેરના મણિનગર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, તો અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. બાબરા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભરૂચ શહેરના શક્તિનાથ થી કલેકટર ઓફિસ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા  નોરતે વરસાદે દસ્તક આપતા ગરબા રસિયાઓ ચિંતામાં મુકાયા છે. ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. જેને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણ મુકાયા છે. પોરબંદરના બરડા પંથકમાં વરસાદ છે. બપોરના સમયે વાતાવરણ માં પલટો આવ્યો છે. અડવાણા અને આસપાસ ના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે.

બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી વાતાવરણ  છે. બીજા નોરતે બપોરે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ છે. કાંકરેજમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. કાંકરેજના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જાપટું પડ્યું છે. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથુંMorbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાનRajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજીHun To Bolish : હું તો બોલીશ : પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ
WPL 2025: ડિસેમ્બરમાં આ તારીખે ફરીથી થશે હરાજી, આ વખતે યાદીમાં હશે આ દિગ્ગજ ખેલાડીઓ
WPL 2025: ડિસેમ્બરમાં આ તારીખે ફરીથી થશે હરાજી, આ વખતે યાદીમાં હશે આ દિગ્ગજ ખેલાડીઓ
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા
Health Tips: જો પેશાબ કરતી વખતે બળતરા થાય તો હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો લક્ષણો અને કારણો
Health Tips: જો પેશાબ કરતી વખતે બળતરા થાય તો હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો લક્ષણો અને કારણો
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
IPL 2025: કેેએલ રાહુલ નહી હોય દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન? ટીમના માલિકે ખત્મ કર્યું સસ્પેન્સ
Embed widget