શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot News: દિવાળીમાં ફરસાણ ખાતા પહેલા ચેતજો, અધધ... 9 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો
દિવાળી સમયે ફરસાણ અને મીઠાઇ ખરીદતા પહેલા ચેતજો કારણ કે રાજકોટમાંથી અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો ઝડપાયો છે. જેમાં ગાઠિયામાં કપડા ધોવાનો સોડા વપરાતો હતો.
રાજકોટ: દિવાળીમાં ફરસાણ અને મીઠાઇની ખરીદી વધી જાય છે ત્યારે આરોગ્ય વિભાગે ફુડની ગુણવત્તા ચકાસવા માટે ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતાં અને આ સમય દરમિયાન અખાદ્ય ફરસાણનો 9 ટન જથ્થો સીઝ કર્યો છે. રાજકોટના વોર્ડ નં.3માં મનહરપુર વિસ્તારમાંથી ભારત ફરસાણમાંથી 9 ટન અખાદ્ય ફરસાણનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે.
ફેસ્ટિવલ સિઝનમાં અખાદ્ય જથ્થો ગ્રાહકો સુધી પહોંચે અને તેના સ્વાસ્થ્ય પર વિપરિત અસર કરે તે પહેલા જ આરોગ્ય વિભાગે મહત્વની કાર્યવાહી કરતા 9 ટન જેટલો અખાદ્ય ફરસાણનો જથ્થો જપ્ત કર્યો છે.
ઈતિહાસમાં સૌથી વધુ અખાદ્ય ફરસાણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો દિવાળીમાં મીઠાઈ સાથે ફરસાણની ખરીદી કરતા પહેલા ચેતજો.
ફરસાણ, મીઠાઈની ખરીદી કરતા જાઓ તે પહેલા ચેતી જજો
- કપડા ધોવાના સોડાથી બનાવતા હતા ફરસાણ
- કલર, કપડા ધોવાનો સોડા વપરાતો હતો
- અલગ અલગ ગામોમાં ફરસાણનો જથ્થો સપ્લાય કરતા હતા
- કપડા ધોવાના સોડાથી બેથી અઢી હજાર કિલો ગાઠિયા બનાવ્યા
- દાઝ્યું તેલમાંથી બનાવતા હતા મોટા પ્રમાણમાં ફરસાણ
- એક્સપાયરી ડેટ વાળા મસાલાનો થતો હતો ઉપયોગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion