પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો લાગતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા, શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે?
Rajkot News : રાજકોટમાં પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો વાળા બેનર લાગ્યા છે.
Rajkot : રાજકોટમાં પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટો વાળા બેનર લાગતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બેનરમાં એક બાજુ નરેશ પટેલ, તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાની તસ્વીર દેખાઈ રહી છે.
રાજકોટના મવડી રોડ પર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ભાજપના નેતાઓના બેનર લાગ્યા છે અને તેમાં લખ્યું છે, “હાર્ટલી વેલકમ.” એક જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમમને લઈને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આ બેનર લાગ્યા છે. બેનરમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની તસ્વીરો એક સાથે દેખાતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઇ ગયા છે અને લોકોમાં અનેક પ્રકારની અટકાળો વહેતી થઇ છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે બાબતે ફરી ચર્ચા થઇ રહૈ છે. રાજકીય આગેવાનો અને લોકોમાં ચર્ચા સાથે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે?
નરેશ પટેલ મામલે જેરામભાઈનું મોટું નિવેદન
નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે નરેશભાઈ પટેલ એક મોટા અને પીઢ નેતા છે પોતાની રીતે નિર્ણય કરી શકે છે. નરેશભાઈ જેવા વ્યક્તિએ રાજકારણમાં આવવું જોઈએ.
તો હાર્દિક હાર્દિક પટેલને ભાજપમાં જોડાવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધમ સિદસરના ચેરમેન જેરામભાઈ વાંસજાળીયાએ કહ્યું હતું કે પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષામાં નથી મળ્યું.ભાજપમાં જે સ્થાન પાટીદારને મળે છે તે કોંગ્રેસમાં નથી મળતું.કોંગ્રેસમાં પાટીદારોને અંન્યાય થાય તેમાં હું નથી પડતો.