Rajkot: જેતપુરમાં નદીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર, લોકોના ટોળેટોળા એકઠા થયા
રાજકોટ: જેતપુરમાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જેતપુરના સારણકાઠા પુલ આગળ તરતો મૃતદેહ મળી આવ્યો છે. નદીનાં કાંઠા ઉપર આધારકાર્ડ તેમજ કપડા મળ્યા છે.
રાજકોટ: જેતપુરમાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જેતપુરના સારણકાઠા પુલ આગળ તરતો મૃતદેહ મળી આવ્યો છે. નદીનાં કાંઠા ઉપર આધારકાર્ડ તેમજ કપડા મળ્યા છે. જેતપુરના ગોદરા વિસ્તારમાં રહેતા ચુડાસમા દિનેશ સોમાભાઈનો મૃતદેહ હોવાની વાત સામે આવી છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહ કબજો મેળવી લાશને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી છે. જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે યુવકની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા કરી છે તેને લઈને રહસ્ય ઘેરાયું છે.
ગુજરાતની છોકરીનું પશ્ચિમ બંગાળના યુવકે કર્યું અપહરણ
ભરૂચ: આજકાલ યુવાનોમાં ગેમનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો કે આ ગેમના ચક્કરમાં ઘણા લોકોને ભારે કિંમત પણ ચૂકવવી પડી છે. કેટલાક યુવાનોએ તો પોતાના જ પરિવારના સભ્યો પર હુમલો કર્યાની ઘટના સામે આવી ચૂકી છે. હવે આવી જ એક ઘટના સામે આવી છે ભરુચમાં. મોબાઈલ ગેમના રવાડે ચઢેલા યુવાનો માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે. આ ઉપરાંત માતા પિતા માટે પણ આ આંખ ઉઘાડનારો કિસ્સો છે.
અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી. ત્યાર બાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી.
થરાદની નર્મદા કેનાલમાંથી મળી લાશ
થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત છે. થરાદના નાગલા પુલ નજીકથી બિનવારસી હાલતમાં કેનાલમાંથી મળ્યો મૃતદેહ. અજાણી યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ ફાયરને કરી જાણ. થરાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહચી મૃતદેહ બહાર કાઢ્યો હતો. કેનાલ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
લીફ્ટમાં 15 વર્ષની કિશોરી સાથે એન્જીનિયર યુવકે કરી અશ્લીલ હરકતો