રાજકોટમાં ATSનું મોટું ઓપરેશન, આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સો ઝડપાયા
રાજકોટમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેેલા 3 શક્સ ઝડપાયા છે.
Rajkot News: રાજકોટમાં એટીએસને મોટી સફળતા મળી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેેલા 3 શખ્સ ઝડપાયા છે. પકડાયેલા ત્રણેય આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટ સોની બજારમાં રહીને કામ કરતા હતા. મૂળ પશ્ચિમ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઇઝ થયા હતા અને અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેઓ સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને ઉશ્કેરતા કરતા હતા. આતંકીઓ પાસેથી એટીએસે એક પિસ્ટલ અને 10 કારતુસ જપ્ત કર્યા છે.
આતંકવાદના નાંખવા હતા મૂળીયા
આતંકીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કામ કરતા હતા. છેલ્લા છ મહિનાથી રાજકોટમાં કારીગર બનીને રહેતા હતા. જોકે ગુજરાત ATSની સતર્કતાથી આતંકીઓનો પર્દાફાશ થયો હતો. બાંગ્લાદેશી આતંકીઓ પ.બંગાળથી રાજકોટ પહોંચ્યા હતા અને દેશમાં આતંકવાદના મૂળીયા નાંખવા માંગતા હતા.
પકડાયેલા આતંકીઓ અમન, તેનો સાળો અબ્દુલ સુકુર અને સૈફ નવાઝ તદ્દન કટ્ટરપંથી છે. તેમની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું. રાત્રે 11.45 કલાકે એટીએસે ત્રણેયને ઉપાડ્યા હતા. એટીએસની કામગીરીથી સ્થાનિકો પણ અજાણ હતા. પકડાયેલા ત્રણેય આંતકીને અલકાયદાના પ્રસારનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્થાનિકોના કહેવા મુજબ સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે.
થોડા દિવસ પહેલા ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ગુજરાતમાંથી આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતું. પોરબંદરમાંથી ગુજરાત એટીએસ દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા હતા. આ ચારેય આતંકીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો હતા. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. પોરબંદરમાં ATSની ટીમ આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે ગુજરાત એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા આ આઇએસઆઈએસના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા હતા. આ ઝડપાયેલા આતંકીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થતો હતો. સુમેરા નામની સુરતની એક મહિલાની પણ આ સંદર્ભે ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આતંકીઓ ISISના સક્રિય ગૃપના સભ્યો હતા. ATSના દરોડામાં ઘણી પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતા. ચારેય ISISમાં જોડાવવા ભાગવાની ફિરાકમાં હતા અને ચારેય આતંકીઓ 1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. સીમા પાર બેઠેલા આકાઓ સાથે પણ તેઓનો સંપર્ક હતો. તેઓ આતંકી આકાઓના ઈશારે કટ્ટરપંથી બન્યા હતા.