(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: પાણીમાં ડૂબી રહેલા 8 વર્ષના પુત્રને બચાવવા માતાએ લગાવી તળાવમાં છલાંગ, બન્નેના મોત
રાજકોટ: જિલ્લાના ગોંડલ વિસ્તારમાં માતા પુત્રના મોતથી શોકનો માહોલ છવાયો છે. ગોંડલના રાણસીકી ગામે કપડા ધોતી વેળાએ તળાવમાં ડૂબી જતા માતા પુત્રના મોત થયા છે.
રાજકોટ: જિલ્લાના ગોંડલ વિસ્તારમાં માતા પુત્રના મોતથી શોકનો માહોલ છવાયો છે. ગોંડલના રાણસીકી ગામે કપડા ધોતી વેળાએ તળાવમાં ડૂબી જતા માતા પુત્રના મોત થયા છે. તળાવના કાંઠે ન્હાઈ રહેલ પુત્ર રામ ઉ.વ.8 ઉંડા પાણીમાં ગરકાવ થતા માતાએ પણ તળાવમાં છલાંગ લગાવી હતી.
પુત્રને બચાવવા તળાવમાં પડેલ રૈયનીબેન રૂપસંગ સાહદર ઉં.વ.30 નામની આદિવાસી મહિલાનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. તળાવની કાંઠે કપડા ધોતી મહિલાઓએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ બંનેના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા. નાના એવા ગામમાં માતાપુત્રના મોતને લઈને આદિવાસી પરિવારમાં શોકનુ મોજું ફરી વળ્યું છે.
વડોદરામાં મગરના હુમલામાં બે લોકોના મોત
વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ અને લિમડા ગામે મગરે બે લોકો પર હુમલા કર્યો છે. મગરના હુમલામા બન્નેા કમકમાટી ભર્યા મોત થયા છે. ગુતાલ ગામે કુદરતે હાજતે ગયેલા 65 વર્ષીય વૃધ્ધને મગરે જડબામા જકડી લીધા હતા. સુર્યા કોતરમા મગરે વૃધ્ધાની જાંગ પકડતા વૃધ્ધે વેલો પકડી બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મગરના જડબામા ફસાએલા વૃધ્ધને છોડાવી સારવાર અર્થે ખસેડયા હતા.ટુકી સારવાર બાદ હોસ્પિટલમાં વૃધ્ધનુ મોત થયું હતું. વનવિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
તો બીજા બનાવમા લિમડા ગામે તળાવમા ન્હાવા પડેલા યુવકને મગર ખેંચી ગયો હતો. સ્થાનિકોએ બુમાબુમ કરતા લોકોના ટોળેચોળા ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા. લિમડા ગામે રહી છુટક મજુરી કરતા યુવાનને મગર ખેંચી ગયો હતો. તળાવમા બાવળના ઝાડ નીચે મૃતકનો મૃતદેહ દેખાયો હતો.જે બાદ સ્થાનિકોએ મૃતદેહ કાઢવાનો પ્રયત્ન હાથ ઘર્યો હતો. જો કે, વનવિભાગ અને પોલીસ તંત્ર આ ઘટનાથી અજાણ હોવાની માહિતી સામે આવી છે. આમ એક જ દિવસમાં મગરના હુમલાથી બે લોકોના મોતથી અરેરાટી મચી ગઈ છે.
મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ડૂબવાથી બેના મોત થયા છે. નર્મદા કેનાલમાં ડૂબવાથી બે યુવાનોના મોત થતા અરેરાટી મચી છે. આજે સવારના સમયે આ દુર્ઘટના ઘટી હોવાની માહિતી સામે આવી છે. હાલમાં બે મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ વધુ ડૂબ્યાની આશંકાએ શોધખોળ ચાલું છે. પોલીસ અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. યુવકના મોતને પગલે શોકનો માહોલ છવાયો છે.