શોધખોળ કરો
Advertisement
Coronavirusથી બચવા ગુજરાતના આ શહેરમાં અનોખું મશીન મુકવામાં આવ્યું, આ રીતે કરે છે કામ?
સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કાળો કહેર જોવ મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઈને તંત્ર એલર્ટ છે
રાજકોટમાં કોરોનાના એક પછી એક કેસો વધતાં જઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. પરંતુ આ ભયના માહોલ વચ્ચે કોર્પોરેશન કોરોનાને ડામવા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે એક એવું મશીન બનાવીને મુકવામાં આવ્યું છે જેની અંદરથી પસાર થતાં જ કોઈપણ વ્યક્તિ વાયરસથી બચી શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો આવો આ ડિસઇન્ફેક્શન મશીન વિશે જાણીએ કેવી રીતે કામ કરે છે,
રાજકોટમાં કોરોનાના એક પછી એક પોઝિટિવ કેસ વધતા જઈ રહ્યા છે. ત્યારે કોરોનાને ડામવા માટે હવે સરકારની સાથે-સાથે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. રાજકોટ કોર્પોરેશને પોતાના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે એક મશીન બનાવીને લગાવ્યું છે. જે મશીનમાંથી પસાર થતાં જ કર્મચારી કોઈપણ પ્રકારના વાયરસથી બચી શકો છે. કારણ કે, આ મશીન ગણતરીની સેકન્ડોમાં જ કરોડો વાયરસ ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
એક પછી એક લોકો મશીનમાંથી પસાર થાય છે કે, તેમના પર હાઈડ્રોજન પેરોક્સાઇડનો છંટકાવ થાય છે. જે અનેક વાયરસને ખતમ કરે છે. આ મશીનને વોક થ્રુ માસ ડિસઇન્ફેક્ટ મશિન તરીકે ઓખળવામાં આવે છે. જે મશીન લોકોને 10 સેકન્ડમાં ડિસઈન્ફેક્ટ કરે છે. આ 10 સેકન્ડમાં તે 1 મિલિયન વાયરસને મારવાની ક્ષમતા ધરાવે છે. આ મશીનમાં હાઈડ્રોજન પેરોક્સાઇડ લિક્વીડનો ઉપયોગ થાય છે.
યુનિવર્સલ ડિઝાઇનોવેશન લેબ, કાવ્યમ એનર્જી અને નચિકેતા ગ્રૃપ દ્વારા આ મશિનને તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ મશિનને રાજકોટ કોર્પોરેશનને ભેટ તરીકે આપવામાં આવ્યું છે. જેને શહેરમાં મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે લગાવવામાં આવ્યું છે.
હાલ વિશ્વમાં કોરોનાની કોઈ દવા શોધાઈ નથી તેવામાં આ મશીન ખૂબ અગત્યનું માનવામાં આવી રહ્યું છે. જેને હાલ ટ્રાયલ બેઝ પર મુકવામાં આવ્યું છે. પરંતુ આગામી દિવસોમાં શહેરમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારે ડિસઇન્ફેક્ટ મશિન લગાવવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion