Rupala Controversy: અમદાવાદમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને કરાઈ નજરકેદ, જાણો શું છે સમગ્ર મામલો
પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે. આ દરમિયાન અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બહેનોને નજરકેદ કરાયાનો પણ દાવો થઇ રહ્યો છે
Rupala Statement: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ક્ષત્રિય સમાજ વિશે કરેલા એક નિવેદનના કારણે વિવાદમાં ફસાયા છે. આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિવેદનથી ક્ષત્રિય સમાજની બહેનોનું અપમાન થયું હોવાના દાવા સાથે શ્રત્રિય સમાજની મહિલાઓ પરષોતમ રૂપાલાનો વિરોધ કરી રહી છે. પદ્મની બા, ગીતા બા. તૃપ્તિ બા સહિતની સમાજની મહિલા અગ્રણીઓ ભાજપને પરષોતમન રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહી છે. તેમના વિરોધમાં ઠેર ઠેર પૂતળા દહનના કાર્યક્રમ પણ યોજાઇ રહ્યાં છે. તો અનેક જગ્યાં પરષોતમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા છે.આ બધાની વચ્ચે અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. જેમાં ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણી ગીતા બાએ દાવો કર્યો છે કે, જૌહર કરવાની જાહેરાત કરનાર ક્ષત્રિય મહિલાઓને બોપલ ખાતેના મકાનમાં નજરકેદ કરવામાં આવી છે.
નિવેદનનનો શું છે સમગ્ર વિવાદ
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન આપ્યું હતું. રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા તેમણે ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેનો વીડિયો વાયરલ પણ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં તેઓ ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા જોવા મળે છે. તેમણે કહ્યું હતું કે, અંગ્રેજો સહિત ઘણી પ્રજા રહી. તેમણે દમન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, તેમણે આગળ કહ્યું હતું.તેઓ આગળ કહે છે કે, “એ સમયે મહારાજા ય નમ્યા. એમણે રોટી-બેટીના વ્યવહાર કર્યા” આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે.