શોધખોળ કરો

Rajkot: પરીક્ષામાં સફળતા ન મળતા હ્યદયદ્રાવક સુસાઈડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા, કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી

રાજકોટ: કમરકોટડા ગામે આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતકનું નામ જયેશ સરવૈયા હતું અને તેમની  ઉંમર 22 વર્ષની હતી. કોમ્પિટીટીવ એક્ઝામમાં નાપાસ થતા ગળા ફાંસો ખાઈ લીધો.

રાજકોટ: ગોંડલના કમરકોટડા ગામે આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ જયેશ સરવૈયા હતું અને તેમની  ઉંમર 22 વર્ષની હતી. કોમ્પિટીટીવ એક્ઝામમાં નાપાસ થતા ગળા ફાંસો ખાઈ લીધો હોવાની વાત સામે આવી છે. મૃતક યુવાને અઢી પાનાંની સુસાઇડ નોટ પણ લખી છે.  યુવાન છેલ્લા 4 વર્ષથી કોમ્પેટીટીવ એક્ઝામ આપી રહ્યો હતો જો કે તેમા સફળતા ન મળતા તેમણે આ પગલું ભર્યું હતું. યુવાનના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. યુવાને સુસાઇડ નોટ પિતાને સંબોધન કરીને લખી. સુસાઇડ નોટમાં લખ્યું સતત નિષ્ફળતાને કારણે આ પગલું ભરું છું. પિતા અને ભાઈ બહેનને પણ સોરી કહ્યું. પરિવાર પર બોજ બનવા માંગતો નથી.

Rajkot: પરીક્ષામાં સફળતા ન મળતા હ્યદયદ્રાવક સુસાઈડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા, કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી

Rajkot: પરીક્ષામાં સફળતા ન મળતા હ્યદયદ્રાવક સુસાઈડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા, કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી

Rajkot: પરીક્ષામાં સફળતા ન મળતા હ્યદયદ્રાવક સુસાઈડ નોટ લખી યુવકે કરી આત્મહત્યા, કોંગ્રેસે સરકારને આડેહાથ લીધી

તો બીજી તરફ યુવાનની આત્મહત્યા બાબતે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ બેરોજગારી અંગે સરકાર પર પ્રહાર કર્યા છે. મેવાણીએ કહ્યું કે, ગોંડલના યુવાને લખેલી સુસાઈડ નોટ હ્યદયદ્રાવક છે. આ આત્મહત્યા નથી રાજ્ય સરકારે કરેલી હત્યા છે. ગુજરાત અને દેશમાં બેરોજગારી વધતી જાય છે. પરીક્ષા ક્યારે યોજાશે તેના ઠેકાણા નથી, તેવું લખીને આત્મહત્યા કરી છે. ગુજરાતમાં મનરેગાના 3.5 કર્મચારીઓ 25 દિવસથી હડતાળ પર છે. આ હડતાળના કારણે જોબકાર્ડ ધારકોને રોજગારી નથી મળી. મેવાણીએ સવાલ કર્યો કે, વાયબ્રન્ટ ગુજરાતમાં જે વિદેશી રોકાણની વાતો કરો છો, તેમાંથી કેટલી રોજગારી મળી? રાજ્ય સરકાર ખાલી પડેલા સરકારી પદો જાહેર નથી કરતી. GODCના યુનિટ ભૂતકાળમાં બન્યા બાદ નવા નથી બન્યા. અગ્નિપથ યોજનાના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 7 વર્ષમાં 25 હજાર લોકોએ શિક્ષણ અને રોજગારી માટે જીવ ગુમાવ્યા છે. કોંગ્રેસ પક્ષના આગેવાનો 1લી તારીખે જયેશ સરવૈયાના પરિવારને સાંત્વના પાઠવવા જશે તેમ મેવાણીએ જણાવ્યું હતું.

જયેશ સરવૈયાની આત્મહત્યા અંગે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ નિવેદન આપ્યું છે. સરકાર ખાસ શિડ્યુલ કાસ્ટના યુવાનોને અન્યાય કરે છે. વિધાનસભામાં સરકારે આપેલા આંકડા મુજબ સરકારી પદો ખાલી છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટના નામે નોકરીનો અધિકાર સરકાર છીનવી રહી છે. જયેશ સરવૈયાની બહેનને સરકાર નોકરી અને સરકારી સહાય આપે. સરકારે તાત્કાલિક કેલેન્ડર મુજબ સરકારી પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરે તેવી માગ પરમારે કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget