શોધખોળ કરો

Accident: રાજકોટ પડધરી હાઇવે પર ટ્રેક્ટર અને કાર અથડાતા ગમખ્વાર અકસ્માત, 4નાં કરૂણ મોત

Accident: આજે વહેલી સવારે રાજકોટ અને પડધરી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી એક કાર અને ટ્રેક્ટરની જોરદાર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યો મોત નિપજ્યાં છે.

 Accident: આજે વહેલી સવારે રાજકોટ અને પડધરી હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી એક કાર અને ટ્રેક્ટરની  જોરદાર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યો મોત નિપજ્યાં છે.મળતી માહિતી મુજબ કાર પડધરી જતી હતી આ દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ઘટનાં 4 લોકોના મૃત્યુ થયા છે જેમાંથી ત્રણ લોકો રાજકોટના હોવાની વિગત મળી છે.

મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસ પલટી, બે મુસાફરોના મોત

મહેસાણાઃ  મહેસાણા-અમદાવાદ હાઈવે પર રાજપુર પાટીયા પાસે પેસેન્જર ભરેલ લક્ઝરી બસ પલટી ખાઇ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ લક્ઝરી બસ પલટતા બે મુસાફરોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે ૨૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. લક્ઝરી બસ સુરતથી જોધપુર જઈ રહી હતી ત્યારે વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. રોડ પર અક્સ્માત થતાં સ્થાનિક લોકો ઘાયલોની મદદે આવ્યાં હતા. ચાર ક્રેઇનની મદદથી લક્ઝરી બસને ઉચકી ઘાયલોને બહાર નીકળવામાં આવ્યા હતા. સાથે જ ટ્રાફિક પણ દૂર કરવામાં આવ્યો હતો.

Gir somnath: તાલાલા ગીર ખાતે કેસર કેરીની હરાજી, પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોક્સની આવક થઈ

ગીર સોમનાથ:  કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર ખાતે આજથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે.  ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ કેસર કેરીની હરાજીના પ્રારંભે ગાયોના ફાળા માટે 21 હજાર રૂપિયામાં કેસર કેરીનું બોક્સ ખરીદ્યું હતું. વાતાવરણની વિષમતા વચ્ચે પણ આ વર્ષે કેરીનું સારા પ્રમાણમાં ઉત્પાદન થયું છે.  આજે પ્રથમ દિવસે મેંગો માર્કેટમાં 7 હજાર કેરીના બોક્સની આવક થઈ હતી. જે ગત વર્ષની સરખામણીએ બમણાં છે. 

કેરીનું પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં વેચાયું હતું.  આ રકમ પરંપરાગત ગૌશાળામાં આપવામાં આવી હતી.  ત્યારબાદ કેરીના બોક્સ દીઠ ખેડૂતને વધુમાં વધુ 1200 તો ઓછામાં ઓછા 400 રૂપિયા મળ્યા હતાં.  આ વખતે 15 જૂન સુધી કેરીની સિઝન ચાલે તેવી શક્યતા છે.  આજે હરાજીના પ્રથમ દિવસે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો.  ખેડૂતોનો દાવો છે કે કેરીના બોક્સના 400થી 600 રૂપિયા ખેડૂતોને મળે છે જે પરવડે તેમ નથી.  

Gujarat: દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં  કમોસમી વરસાદ પડશે. જ્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપ  વધશે.    હવામાન વિભાગના અનુસાર, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં  માવઠું પડશે. હવામાન વિભાગના  સુરત, વલસાડ, નવસારી, તાપી,  ભરૂચ,  છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. 

હવામાન વિભાગના અનુસાર, કમોસમી વરસાદની સાથે 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો હોવાથી હવામાન વિભાગે સાવચેતી રાખવા માટે કેટલાક સૂચનો પણ આપ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે જોરદાર પવન અને વરસાદને કારણે જર્જરિત માળખાને નુકસાન થઈ શકે છે. આથી તેનાથી દૂર રહેવું. ભારે પવન ફૂંકાતો હોય ત્યારે ઘરની અંદર રહેવું  બારી-દરવાજા બંધ રાખવા અને શક્ય હોય તો યાત્રા ન કરવી.  સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવો.  ઝાડ નીચે ઉભા ન રહેવું.  વીજ ઉપકરણોથી દૂર રહેવું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget