શોધખોળ કરો

મતદાન પૂર્ણ થયા બાદ રાજકોટ, અમરેલીના વાતાવરણમાં આવ્યો પલટો, અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત

અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

Rajkot News:  હવામાન વિભાગની હીટવેવની આગાહી વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો આવ્યો છે. મતદાન પૂરું થયા બાદ રાજકોટ અને અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટના વિછીયા ભારે પવન વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

અમરેલીમાં વરસાદ

અમરેલીમાં મતદાન પૂર્ણ થયા બાદ વરસાદની એન્ટ્રી થતાં અસહ્ય ગરમી માંથી લોકોને રાહત મળી હતી. અમરેલીના ગોખરવાળા, દેવળીયા આસપાસના ગામો હાઇવે ઉપર વરસાદ પડ્યો હતો. થોડીવાર ધોધમાર વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમી માંથી રાહત મળી હતી. ભારે પવન વચ્ચે વરસાદ પડતાં વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોમધખતા તાપ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં લોકોને ઉકળાટથી થોડી રાહત મળી છે. મોડાસાના ટીંટોઈ પંથકમાં પણ વરસાદ છે. મોડાસા શામળાજી હાઈવે પર વરસાદ છે. વરસાદ પડતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, વિઝિબીલિટી ઘટતાં લોકો હેડ લાઇટ શરૂ કરીને વાહન ચલાવતાં જોવા મળ્યા હતા.

બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો

બનાસકાંઠામાં અંબાજી પંથકના વાતાવરણ માં એકાએક પલટો આવ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ હળવો વરસાદ પડ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. મતદાનના દિવસે હવામાન વિભાગે ભારે ગરમી અને ઉકળાટની આગાહી હતી.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે હીટ વેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ હીટવેવ રહેશે. દરિયાઈ વિસ્તારમાં હીટ વેવની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ દાદરા નગર હવેલી, વલસાડમાં હીટ વેવની આગાહી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના કહેવા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે હળવા વરસાદની સંભાવનાઓ કેટલાક વિસ્તારો માટે વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાત માટે વ્યક્ત કરાઈ રહી છે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 12 અને 13 મેના રોજ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી સાથે બફારાની સ્થિતિ આગામી દિવસોમાં રહેવાની સંભાવનાઓ છે. મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget