શોધખોળ કરો

Amitabh Bachchan Covid 19: અમિતાભ બચ્ચનને કોરોના થતાં સૌરાષ્ટ્ર પ્રવાસ થઈ શકે છે કેન્સલ

જૂનાગઢમાં અમિતાભ બચ્ચનનો આગામી પ્રવાસ કેન્સલ થઈ શકે છે. બચ્ચન શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત લેવાના હતા. 26 ઓગસ્ટના રોજ  બિગ બિ આવવાના હતા.

Amitabh Bachchan Covid 19: અભિનેતા અમિતાભ બચ્ચન કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, "મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મને મળેલા દરેક લોકોને પોતાની જાતની તપાસ કરાવે (Corona test) અને સુરક્ષિત રહેવાની અપીલ કરું છું."

જૂનાગઢમાં અમિતાભ બચ્ચનનો આગામી પ્રવાસ કેન્સલ થઈ શકે છે. બચ્ચન શેરનાથ બાપુના આશ્રમની મુલાકાત લેવાના હતા. 26 ઓગસ્ટના રોજ  બિગ બિ આવવાના હતા. આજે શેરનાથ બાપુ દ્વારા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું.હાલ પત્રકાર પરિષદ કેન્સલ કરાઈ છે. કોવિડના કારણે બિગ બિ સોરઠનો પ્રવાસ ટાળી શકે છે.

હાલ KBC 14ને હોસ્ટ કરી રહ્યા છે બીગ બીઃ

કોરોના પોઝિટિવ આવેલા અમિતાભ બચ્ચન હાલ કૌન બનેગા કરોડપતિ (KBC 14) શોને હોસ્ટ કરી રહ્યા છે. આ દરમિયાન ઘણા સ્પર્ધકોના સંપર્કમાં અમિતાભ બચ્ચન આવે તે સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં તેમને કેવી રીતે ચેપ લાગ્યો તે કહેવું મુશ્કેલ છે. અમિતાભ બચ્ચન પોતાને ફિટ રાખવા માટે ઘણા બધા કામ કરે છે. તે કોરોના વાયરસના સમયમાં પણ પોતાનું ખૂબ ધ્યાન રાખતા જોવા મળ્યા હતા.

અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ આ દિવસોમાં બીજા ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. હાલમાં જ અજય દેવગન ફિલ્મ 'રનવે 34'માં જોવા મળ્યા હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. આ પછી તે અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારોઃ

તાજેતરના દિવસોમાં, મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે સાંજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈમાં 1355 કેસ સામે આવ્યા છે. તે જ સમયે, સમગ્ર મહારાષ્ટ્રમાં 1910 કેસની પુષ્ટિ થઈ છે, જે સોમવાર કરતા 727 વધુ છે. સોમવારે 1183 નવા કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના બુલેટિન મુજબ, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 80,87,476 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે અત્યાર સુધીમાં 1,48,203 લોકોના મોત થયા છે. સોમવારે 1273 દર્દીઓ ચેપમુક્ત થયા છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 79,26,918 દર્દીઓએ ચેપને માત આપી છે. રાજ્યમાં 12,355 દર્દીઓ સારવાર હેઠળ છે. મુંબઈમાં સૌથી વધુ 6269 દર્દીઓ સારવાર હેઠળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget