(Source: ECI/ABP News/ABP Majha)
તોડકાંડમાં બદનામ થયેલી રાજકોટ પોલીસ વધુ એક વિવાદમાં, જાણો વિગતો
તોડકાંડમાં બદનામ થયેલી રાજકોટ પોલીસનો વધુ એક વિવાદમાં સામે આવ્યો છે. આ વખતે આરોપ છે કે, ઢોલરા ગામની જમીનનો સાટાખત રદ્દ કરવા જામનગરના યુવકને ઉઠાવવામાં આવ્યો છે.
રાજકોટ: તોડકાંડમાં બદનામ થયેલી રાજકોટ પોલીસનો વધુ એક વિવાદમાં સામે આવ્યો છે. આ વખતે આરોપ છે કે, ઢોલરા ગામની જમીનનો સાટાખત રદ્દ કરવા જામનગરના યુવકને ઉઠાવવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કાળા કલરની સ્કોર્પિયો કારમાં યુવકને ઉઠાવવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જામનગરના યુવક કુમાર પ્રવીણભાઈ કુંભારવાડિયાએ આરોપ લગાવ્યો છે કે, ઢોલરા ગામની કિંમતી જમીનનો સાટાખત રદ્દ કરવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જામનગરથી કાળા કલરની સ્કોર્પિયો કારમાં તેમને બેસાડી દીધા હતા. ભોગ બનનાર કુમાર કુંભારવાડિયાને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી લાવવામાં આવ્યા હતા.
ભોગ બનનાર યુવકને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કહ્યું સમાધાન કરવા દબાણ કર્યું હતું, એટલું જ નહીં ફરિયાદી યુવક કુમાર કુંભારવાડિયાને બાલાજી હોલ પાસે વકીલ જયેશ બોધરાની ઓફિસમાં કોરા કાગળો પર સહી કરવા કહેવામાં આવ્યું હતું. જોકે ફરિયાદીએ સહી નહિ કરતા મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. સહી કરી આપતા જ રૂ.200 ભાડું આપી બધા જ જતા રહ્યા હતા. આમ જે રીતે આરોપો લાગી રહ્યા છે તેને લઈ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં કૌભાંડો જ થતા હોય તેવી છાપ ઉપસી છે. પોલીસ રક્ષક નહીં ભક્ષકની ભૂમિકા ભજવી રહી હોય તેવી ચર્ચા થઇ રહી છે.
ગુજરાતમાં કોંગ્રેસના ક્યા ધારાસભ્યોનાં પત્તાં કાપીને ટિકિટ નહીં અપાય
ગુજરાતમાં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ મોટી જાહેરાત કરી છે. ડો. રઘુ શર્માએ એલાન કર્યું છે કે, ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખો ચૂંટણી નહિ લડી શકે. ડો. શર્માએ કહ્યું કે, હાલના ધારાસભ્યો પૈકી તમામને ટિકિટ મળી જશે તેવું નથી અને જે ધારાસભ્યો જીતી શકે તેમ હશે તેમને જ રિપીટ કરવામાં આવશે.
શર્માએ જાહેરાત કરી કે, કોંગ્રેસ જીતી શકે એવા ઉમેદવારો પર જ ધ્યાન કેન્દ્રિત કરશે અને જીતી ના શકે એવા ધારાસભ્યોનાં પત્તાં કપાશેય કોંગ્રેસના સંગઠન અંગે પ્રભારી ડો. રઘુ શર્માએ કહ્યું કે, આ મહિનાના અંતમાં કોંગ્રેસનું સંગઠન માળખું જાહેર થઈ જશે અને નવા હોદ્દેદારો નિમી દેવામાં આવશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા શનિવારે સવારે 6 વાગે સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. રધુ શર્મા આજે 11.30 વાગે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં આદિવાસી વિસ્તારની બેઠકો જીતવા થયેલા માટે થયેલા આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી દિવસોમાં સભ્ય નોંધણી ઝુંબેશ શરૂ કરવાની છે તથા હાલમાં કોવિડ ન્યાય યાત્રાનો બીજો તબક્કો ચાલી રહ્યો છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.