Arvind Kejriwal Gujarat Visit: રાજકોટમાં કેજરીવાલનો ધડાકો, પોલીસ જવાનોને કરી આ અપીલ
Arvind Kejriwal: દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા.
Arvind Kejriwal Gujarat Visit: દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજરોટમાં મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે.
जनता के टेक्स के पैसे से जनता के लिए स्कूल अस्पताल बनाया जाए, लोगो को बिजली दी जाय तो सरकारी बसे लगाकर भीड़ इक्कट्ठी नही करनी पड़ती लोग खुद अपने नेता को सुनने आते है।
— Gopal Italia (@Gopal_Italia) September 2, 2022
ईमानदारी में वो ताकत है जो अच्छी से अच्छी सत्ता में भी नही।
गुजरात मे @ArvindKejriwal की क्रांति आ रही है। pic.twitter.com/BYTNUdvU4m
તેમણે વધુમાં કહ્યું કે, મે જ્યારે ગુજરાતના પોલીસકર્મીઓને ગ્રેડ પેની ગેરેન્ટી આપી ત્યાર બાદ સરકારે ગ્રેડ પે તો આપ્યો પરંતુ થોડા ભથ્થા વધારવાની જાહેરાત કરી. હવે તેમની પાસે આંદોલન ન કરવા માટે સહીઓ લેવામાં આવી રહી છે. કેજીરીવાલે કહ્યું, હું પોલીસના જવાનોને અપીલ કરું છુ કે કોઈ સરકારને અંડરટેકિંગ ન આપો. ત્રણ મહિના બાદ જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે તમને ગ્રેડ પે આપવામાં આવશે અને કોઈ સરતો પણ માનવાની નહીં રહે. ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ડરાવવામાં આવતા હોવાની પણ તેમણે વાત કરી.
અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આપ નેતા અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી હતી. ખેડૂતો માટે વીજળી યુવાનો માટે રોજગારી રસ્તાઓ અને હોસ્પિટલ સહિતનાં મુદ્દે વચનોની લહાણી કરી હતી. મસમોટી જન મેદની વચ્ચે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતનાં નેતાઓ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા.
આ તકે સભા પૂર્ણ થતાં કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે જઈ ત્યાર બાદ જગત મંદિર કૃષણ ભગવાનના દર્શન કરવા ગયા હતા જ્યાં ભગવાનનાં દર્શન બાદ જગત મંદિર બહાર તેમને પીસી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાનનાં દર્શન કરી શાંતિ મળી. સહુની મનોકામના પૂર્ણ થાય અને ભારત મહાસતા બને, સહુને રોજગારી મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. અમે જે વાદા કર્યા તે પૂરા કરીએ છીએ. ગુજરાત સરકાર પણ બોજો છે. અમે ઈમાનદારીથી કામ કરશું. અમારી સાથે કૃષ્ણનાં આશીર્વાદ છે. ગુજરાતમાં ભષ્ટ્રાચાર થાય છે, રોજગાર મળતા નથી. સરકારી કર્મચારીઓ હેરાન છે. અમે દિલ્હીમાં ત્રણ વખત ચૂંટણી જીતી છે. કોઈ પાર્ટી જનતાનાં મુદ્દાની વાત કરતી નથી.
નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું
ગાંધીનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું રાજીનામુ આપ્યું છે. કર્મચારીઓની પડતર મગણીઓની સતત અવગણના થતા નિરાશ થઈને કર્મચારીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું. નાયબ મામલતદાર કુમાર ગઢવીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું. કુમાર ગઢવીએ જાહેરાત કરી હતી કે, અમારી માંગણી ન સંતોષતા મેં રાજીનામું આપ્યું છે. હું કોઈ પક્ષમાં જોડાઇશ તો કંઇક થશે. હું આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો છું.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ ચૂંટણી પૂર્વે વધુ ગેરંટીની જાહેર કરશે. ગુરુવારે એક નિવેદનમાં, AAPએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, કેજરીવાલ ગુજરાતના લોકો માટે "મોટી પ્રી-પોલ ગેરંટી" જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.