શોધખોળ કરો

Bageshwar Baba: આજે રાજકોટમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, એક લાખ લોકો આવશે તેવો આયોજકોનો દાવો

આયોજકોનો દાવો છે કે એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના છે

રાજકોટઃ રાજકોટમાં આજે બાગેશ્વરધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આજે સાંજે રેસકોર્સનાં મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. દિવ્ય દરબારમાં આવતા ભક્તો માટે 12 સ્થળે પાકિંગ બનાવવામાં આવ્યા છે. તે સિવાય દિવ્ય દરબામાં 10 એન્ટ્રી ગેટ ઉભા કરવામાં આવ્યા છે. તે સિવાય ત્રણ હજાર સ્વયંસેવકની ટીમો પણ તૈનાત રહેશે.

આયોજકોનો દાવો છે કે એક લાખ લોકો કાર્યક્રમમાં આવે તેવી સંભાવના છે. વી.આઈ પી માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ગઇકાલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે આવેલા બાઉન્સર અને આયોજકોએ રાખેલા સ્થાનિક બાઉન્સર વચ્ચે મારામારીની ઘટના બની હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે સ્થાનિક બાઉન્સરને મુક્કો માર્યો હતો. જેને લઈને થોડીવાર માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ખાસ વાત છે કે, રાજકોટના રેસકોર્સમાં દિવ્ય દરબારને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. આ માટે અહીં 12 સ્થળ પર પાર્કિંગ વ્યવસ્થા અને 12 દરવાજામાંથી ભક્તોને એન્ટ્રી આપવામાં આવશે. સીનિયર સીટીઝન માટે 25000 ખુરશીઓની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, 1250થી વધુ કાર્યકરોની ફોજ આ માટે સતત કામે લાગી છે. એટલુ જ નહીં અહીં દિવ્ય દરબારમાં વિનામૂલ્ય પાણી, ચા, નાસ્તો, છાશ શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ, કોર્પૉરેશન, કલેક્ટર, વીજતંત્ર સહિતના વિવિધ સરકારી તંત્ર પણ સેવામાં ખડેપગે થઇ ગયા છે. 
 
જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપી

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ દાદાના દર્શન કરી માંગરોળની મુલાકાત લીધી હતી. અહીંયા તેમણે જીગ્નેશ દાદાની કથામાં હાજરી આપી હતી. માંગરોળમાં બાબાએ મામા સરકારના ઘરે પધરામણી કરી હતી. આ તકે બાબાનુ તલવાર અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. માંગરોળમાં બાબાની મુલાકાતને લઈને ગીરીરીજસિંહ સહિતના યુવાનોએ તમામ વ્યવસ્થા કરી હતી.

સોમનાથ દાદાના દર્શેને પહોંચ્યા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી

 બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સોમનાથ પહોંચ્યા હતા. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કેશોદથી બાય કાર સોમનાથ મંદિરે પહોંચ્યા હતા.સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચ્યા હતા.  સોમનાથ મંદીરમાં પૂજા અર્ચના કરી હતી.

બાબા બાગેશ્વરના ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથમાં કહ્યું કે, અમે સંકલ્પ કર્યો છે કે, સોમનાથની પવિત્ર ભૂમિ પર કથા કરીશું અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરીશું. હિન્દૂ રાષ્ટ્રને લઈને પણ બાબા બાગેશ્વર બોલ્યા, ભારતને હિન્દૂ રાષ્ટ્ર બનાવીશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget