Rajkot Election Results: ક્ષત્રિય આંદોલનની રાજકોટમાં કોઈ અસર નહીં, પરષોત્તમ રૂપાલા 150000 મતથી આગળ
ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર રાજકોટ અને બનાસકાંઠા બેઠક પર રહેશે.
Gujarat Lok Sabha Election Results 2024: આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર રાજકોટ અને બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. સાથે જ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનને કારણે રૂપાલની જીત પર સવાલો ઉઠી રહ્યા હતાં. જોકે વલણ મુજબ રાજકોટમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જોવા મળી નથી અને પરષોત્તમ રુપાલા હાલમાં 150000 મતથી આગળ ચાલી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.
બીજો તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થયું હતું
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થયું હતું
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર મતદાન થયું હતું
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું
સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.