હાર્દિક પટેલનો હુંકારઃ નીતિનભાઈ કહેતા હતા કે હાર્દિક પટેલ ક્યાંય ખોવાઈ જાશે, પણ........
હાર્દિકે કહ્યું કે, જુના એક પણ મંત્રી નથી 1000 અને 500 ની નોટ બંધ કરી આજે એક પણ નથી. નીતિનભાઈ કહેતા હાર્દિક ક્યાં ખોવાય જાશે, આંધીઓ સે ખો જાયે એ હેમ નહીં ચૂપ થઈને બેસે એ અમે નથી અમે આજે પણ છી..
મોરબીઃ સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે મોરબીના રવાપર ગામે જન ચેતના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સરકાર પર મોંધવારી સહિતના મુદે પ્રહારો કર્યા હતો. મોરબીના મંત્રી બન્યા પણ પરિસ્થિતિ ના સુધરી કહીને મંત્રીને આડેહાથ લીધા હતા.
હાર્દિક પટેલે કહ્યું કે, જુના એક પણ મંત્રી નથી 1000 અને 500 ની નોટ બંધ કરી આજે એક પણ નથી. નીતિનભાઈ કહેતા હાર્દિક ક્યાં ખોવાય જાશે, પણ આંધી ઓ સે ખો જાયે એ હેમ નહીં ચૂપ થઈને બેસે એ અમે નથી અમે આજે પણ છી અને લડી છી.
પાટીદાર નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 11 રૂપિયા વધારી સીરામીકમાં દિવાળી લાવી. મોંઘવારી લાવી દિવાળી લાવી. દિવાળીનો સમય દૂર છે પણ સરકાર ખિસ્સા ખાલી કરવામાં સરકારે કોઈ કસર નથી રાખી. મોરબીમાં 5 થી 6 વર્ષમાં કોઈ બદલાવ નથી આવ્યો. મોરબીમાં દિવસે દિવસે અરાજકતા- ગુનાખોરી વધી રહી છે. ખેડૂતોમાં કપાસ અને મગફળીનો ભાવ નથી વધતો પણ બિયારણનો ભાવ વધે છે.
વિજયભાઈએ કીધું કે ખેડૂતોને વળતર અને પાક વીમો આપી દઈશું પણ હજુ સુધી નથી આપ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે સરકાર પર.કર્યા પ્રહાર હતા. મોંઘવારી સહિતના મુદ્દે સરકાર ના રાક્ષસો સામે અમે લડી રહ્યા છીએ. પહેલા કહેવાતું કે ન્યાયતંત્ર અંધા હે પણ અતિયાતારે કોર્ટમાં પણ ન્યાય નથી મળતો. જો અત્યાચાર વુરુદ્ધ નહીં બોલો તો આગામી સમયમાં અંગ્રેજોએ ગુલામ.બનાવ્યા હતા તે ગુલામ બની જઈશું. જાગો ઉઠો અને હાકલ કરો બહેરા ઓને જગાડવા ને તમાચો અમારો એટલે આ સરકાર અંદર બેઠા લોકો જાગશે.
બ્રિજેશ મેરજા મંત્રી બન્યા પણ મોરબીમાં એક પણ અંગ્રેજી સ્કૂલ, બગીચા નથી. સૌથી વધુ ટેક્સ મોરબી ભરે છે પણ સીરામીકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જન ચેતના સંમેલનની મોરબીમાં પહેલી સભા આગમી 1 વર્ષમાં દરેક સ્થળે સભા કરશું. જુના એક પણ મંત્રી નથી 1000 અને 500 ની નોટ બંધ કરી આજે એક પણ નથી. નીતિનભાઈ કહેતા હાર્દિકને ખોઈ નાખીશ, આંધી ઓ સે ખો જાયે એ હેમ નહીં ચૂપ થઈને બેસે એ અમે નથી અમે આજે પણ છી અને લડી છી.
પોલીસના ગ્રેડ પે મામલે સરકાર પર પ્રહાર કર્યા અને 4 વર્ષ પહેલાં પણ આ મુદ્દે લડ્યા ત્યારે સાથ આપ્યો હોટ તો આને કેસના થાત. ધારાસભ્ય, પોલીસ અને બધા વર્ગ દુઃખી તો રાજ્યમાં સુખી કોણ? માત્ર 2 ત્રણ લોકો જે લોહી ચૂસી રહ્યા છે. 2 માસ પછી સરપંચ ની ચૂંટણી આવે સત્તાધારી ગામા ભાગ પડાવશે અને ભાઈ વચ્ચે ઝગડા કરશે પણ તમે એક રહેજો તેવી અપીલ કરી. 5 7 વર્ષે ખેતરમાં બળદ બદલી નાખતા જેથી હવે 25 વર્ષથી સત્તા પર રહેતા બળદીયાને બદલો.