શોધખોળ કરો

Congress: ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી ક્યારે આવશે, શું છે હાલની સ્થિતિ ? શક્તિસિંહ ગોહિલે મોરબીમાં કરી સ્પષ્ટતા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, કોંગ્રેસની પ્રથમ યાદી બહુ જલદી જાહેર થઇ શકે છે. હાલમાં ગુજરાતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે

Congress Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે, ભાજપે ગઇકાલે પોતાના 192 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધુ છે, આ લિસ્ટમાં વડાપ્રધાનથી લઇને ગૃહમંત્રીના બેઠકોની યાદી છે. સાથે સાથે ગુજરાતની 26માંથી 15 બેઠકો પરના ઉમેદવારોના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ગુજરાતમાં બીજા ઉમેદવારોના નામે આવે તે પહેલા કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે. હાલમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસની પ્રથમ યાદી બહુ જલદી આવવાની વાત કહી છે. 

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે, કોંગ્રેસની પ્રથમ યાદી બહુ જલદી જાહેર થઇ શકે છે. હાલમાં ગુજરાતના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. વહેલી તકે ઉમેદવારોના નામ જાહેર કરવાના શક્તિસિંહના સંકેત છે. 

હાલમાં જ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચિખલીયાની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નવનિયુક્ત કોંગ્રસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ આજે રવાપર ઘુનડા રૉડ ખાતેના પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, લલીતભાઈ વસોયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયા બાદ શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કર્યું હતું, જેમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા, આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વિશાળ સંખ્યામાં પ્રેમ અને લાગણી સાથે જનસમર્થન મળ્યું તે પ્રસંશનીય છે, કોંગ્રેસ કાર્યકરો અડીખમ અને મજબૂતીથી પક્ષની વિચારધારા સાથે છે ભાજપની કામ કરવાની પદ્ધતિથી લોકોમાં ખુબ નારાજગી છે, ભાજપના કામના નામે અને કાર્યકરોના જોર પર મતો મળતા નથી તેથી અન્ય પક્ષના નેતાઓ તોડવાનું કાર્ય કરે છે ડર અને લાલચના જોરે નેતાઓને તોડવામાં આવે છે.

મોરબીમાં તાજેતરમાં નેતાઓએ રાજીનામાં આપી પક્ષપલટો કરતા તે સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે, તેઓ હાલ પ્રદેશ પ્રમુખ છે પરંતુ આજીવન તો રહેવાના નથી તો પક્ષપલટો કરનારા નેતાઓ પર ઈશારામાં કટાક્ષ કર્યો હતો કે કેટલાક નેતાઓને ખુબ મળ્યું હોય ક્યારેક તેમની કેટલીક મજબૂરી હોય છે, તેમજ ભાજપ લાલચ આપી તેમજ કાવાદાવા કરતા તેઓને જવું પડે છે, તો કોંગ્રેસમાં હોય તે નેતા હીરો હોય છે જે ભાજપમાં જઈને ઝીરો થઇ જાય છે. વધુમાં તેમને જણાવ્યુ કે, એવા કેટલાય દાખલા જોવા મળ્યા છે નેતાઓને વાપરીને મૂકી દેવા તે ભાજપનું ચરિત્ર છે પોતાના પક્ષના નેતામાં શું અવગુણ છે કે બહારથી નેતાઓ લાવવા પડે છે તેનો જવાબ ભાજપે આપવો જોઈએ.

તો લોકસભા ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતમાં પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, અને સમયાન્તરે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે, ભાજપ વિરુદ્ધ ૬૫ થી ૬૭ ટકા મતો પડે છે, સંવિધાન બચાવવા મતો વહેંચાય નહીં તેવા હેતુથી ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે તેના નેતાઓને પણ તોડવા અને પરેશાન કરવા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના રાજ્યમાં ગઠબંધનમાં બેઠક વહેંચણીની કામગીરી થઇ ગઈ છે અને વહેલી તકે ઉમેદવારો જાહેર કરાશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Firing Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધHun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Embed widget