શોધખોળ કરો

ગુજરાતના કયા દિગ્ગજ પાટીદાર ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ નેતા?

પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો 6 વર્ષનો પૌત્ર અને 90 વર્ષના માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ફરી એકવાર કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. આજે ગુજરાતમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasma) ઉપરાંત ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. આ પછી પાટીદાર નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) પણ કોરોના સંક્રમિત થયા છે. તેમનો 6 વર્ષનો પૌત્ર અને 90 વર્ષના માતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ, તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. 

ભૂપેદ્રસિંહ ચુડાસમા કોરોનાં પોઝીટીવ આવ્યા  છે. કેબિનેટ મંત્રીને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તબિયત સારી હોવાની વાત સામે આવી છે. મંત્રી ઉપરાંત વડોદરાના ભાજપ ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ધારાસભ્ય મનીષાબેન વકીલે ફેસબુક પર પોસ્ટ કરી માહિતી આપી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તબિયત નાદુરસ્ત હતી. મનીષાબેન વકીલે (Manisha Vakil) સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. મનીષાબેન વકીલ ઘરે ક્વોરોન્ટાઈન થયા છે. 

આ ઉપરાંત  ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. ધારાસભ્ય કુબેર ડિંડોર (Kuber Dindor) કોરોના સંક્રમિત થયા છે. કુબેર ડિંડોર સંતરામપુરના ધારાસભ્ય છે. આ અગાઉ પણ કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. 

રાજ્યમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. આજે  2217 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 

રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 6,  સુરત કોર્પોરેશનમાં 8,  સુરતમાં-2,બનાસકાંઠા, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, પંચમહાલ અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 દર્દીના મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4620 પર પહોંચી ગયો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 804,  સુરત કોર્પોરેશનમાં 621, રાજકોટ  કોર્પોરેશનમાં 395, વડોદરા કોર્પોરેશનમાં 351, સુરત 198, વડોદરા 124, પાટણ 111, વડોદરા-106, જામનગર કોર્પોરેશન 96,  રાજકોટ 95, જામનગરમાં 79, ભાવનગર કોર્પોરેશન-66, મહેસાણામાં-66, ગાંધીનગર કોર્પોરેશન-40,ગાંધીનગર-39, કચ્છ-38, મહીસાગર-37, પંચમહાલ-37, ખેડા-32, મોરબી-31, દાહોદ-29, બનાસકાંઠા-26, ભાવનગર-24, ભરૂચમાં 22, જુનાગઢ-22, જુનાગઢ કોર્પોરેશન-21, અમરેલી-2-, અમદાવાદ-19,આણંદ-19, નર્મદા-19, સાબરકાંઠા-19, વલસાડ-19, નવસારી-15, દેવભૂમિ દ્વારકા-14, ગીર સોમનાથ-13 અને સુરેન્દ્રનગરમાં 11 કેસ નોંધાયા હતા. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Embed widget