શોધખોળ કરો
લોકડાઉન લંબાવવા અંગે સૌરાષ્ટ્ર માટે બહુ મોટા રાહતના સમાચાર, મોદી સરકારે લીધો શું નિર્ણય? જાણો વિગત
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપવાનો જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય લીધો

અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશભરમાં 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય પછી કેટલાક જિલ્લાઓમાં છૂટછાટ આપવાનો જ્યારે કેટલાક જિલ્લામાં કોઈ છૂટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સૌથી વધારે લાભ સૌરાષ્ટ્રવાસીઓને મળશે કેમ કે ગ્રીન ઝોનમાં આવેલા તમામ જિલ્લા સૌરાષ્ટ્રના છે.
મોદી સરકારે દેશના કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. મોદી સરકારનો આ નિર્ણય સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે કેમ કે સૌરાષ્ટ્રમાંથી માત્ર ભાવનગર જિલ્લાનો જ રેડ ઝોનમાં સમાવેશ કરાયો છે. બાકીના જિલ્લા ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને 3 મે પછી મહત્તમ રાહત અને છૂટછાટો મળશે.
મોદી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે રેડ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવશે અને કોઈ પણ છૂટ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં હોવાથી ત્યાં કોઈ છૂટ નથી મળવાની. આ જિલ્લાઓમાં સૌરાષ્ટ્રમાંથી માત્ર ભાવનગર જિલ્લો છે.
કેન્દ્રની મોદી સરકારે નિર્ણય લીધો છે કે, ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાઓમાં લોકડાઉન હળવું કરાશે અને મહત્તમ છૂટછાટો અપાશે. ગુજરાતમાં આવા જિલ્લાની સંખ્યા માત્ર 5 છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટી રાહત એ છે કે આ તમામ જિલ્લા મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રના છે. આ સિવાય ઓરેન્જ ઝોનમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, ગીર-સોમનાથ જિલ્લા છે. આ જિલ્લાઓમાં પણ સંપૂર્ણ લોકડુ નહીં હોય તેથી સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
