શોધખોળ કરો

રાજકોટમાં એક યુવકને 3 દિવસમાં 21 વખત ઘરની બહાર આવવું ભારે પડ્યું? પોલીસે આ રીતે ઝડપ્યો

રાજકોટ પોલીસ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા કટિબદ્ધ જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ સીસીટીવી, ડ્રોન અને આઈ-વે પ્રોજેક્ટ મારફતે બહાર ફરતાં લોકોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરી રહી છે

સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત પોલીસ કોરોના સામે લડાઈ લડી રહી છે ત્યારે રાજકોટ પોલીસ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવા કટિબદ્ધ જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ સીસીટીવી, ડ્રોન અને આઈ-વે પ્રોજેક્ટ મારફતે બહાર ફરતાં લોકોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી કરી રહી છે. એવામાં રાજકોટ પોલીસે સીસીટીવીની મદદથી એક એવા યુવાનની ધરપકડ કરી છે કે જે રોજ નવા-નવા બહાના બતાવીને ઘરની બહાર નીકળતો જોવા મળ્યો હતો. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ મામલે રાજકોટ પોલીસના વખાણ કર્યાં છે. રાજકોટ પોલીસના વખાણ કરતાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, રાજકોટમાં એક યુવક દવાનું બહાનું બતાવી 3 દિવસમાં 21 વખત બહાર નીકળ્યો હતો. રાજકોટ પોલીસે આ પરાક્રમ આઈ-વે પ્રોજેક્ટથી કરી દેખાડ્યું છે. સીસીટીવીના માધ્યમથી રાજકોટ પોલીસે યુવકની અવર-જવર પર ચાંપતી નજર રાખી હતી. ત્યાર બાદ પોલીસના ધ્યાને આવ્યું કે યુવક દરરોજ નવા-નવા બહાના બતાવીને ઘરની બહાર નીકળતો હતો. 16 દિવસથી આ યુવકની બહાના કાઢીને ઘરની બહાર નીકળતો હતો. જેને પોલીસે આઈ-વે પ્રોજેક્ટ મારફતે ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. લોકડાઉનનાં સમયમાં પણ રાજકોટમાં ઘણાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. આવા લોકોને પકડી પાડવા માટે પોલીસે હવે આઈ-વે પ્રોજેક્ટનો સહારો લીધો છે. એટલે કે હવે જો તમે ઘરની બહાર નીકળશો તો તમારા વાહનનું ટ્રેકિંગ કરવામાં આવશે. તમે કેટલી વાર અને કયા રસ્તેથી પસાર થઈ રહ્યા છો તેના પર નજર રાખવામાં આવશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન

કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી

વિડિઓઝ

US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

અમેરિકન મહિલા જ્યોતિષની ડરામણી ભવિષ્યવાણી: 2026 માં લાખો લોકોની જશે નોકરી,ભૂકંપ અને યુદ્ધનો ખતરો

Embed widget