શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર, કયા-કયા ડેમો થયા ઓવરફ્લો? જાણો
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘો મન મુકીને વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આ વખતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે નદીઓ ગાંડીતૂરી બની છે જ્યારે અનેક ડેમો ઓવલફ્લો થયા છે. ઘણાં ડેમો ભરાતાં પાણી પણ છોડવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રમાં રવિવારથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રની નદીઓ ગાંડીતૂર બનતા અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ છે. સૌરાષ્ટ્રના 42 ડેમોમાં નવા નીરની આવક થતાં આજી-2, ન્યારી-2, વિલીગ્નડ, વર્તુ-1, વેણુ, સસોઈ-2, રણજીતસાગર સહિતના ડેમો ઓવરફ્લો થતાં નિચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા છે.
જૂનાગઢ જિલ્લાનો વિલીંગ્ડન ઉપરાંત આણંદપુર, રસાલા તથા રાજકોટ જિલ્લાનો ન્યાયી-2 આજી-3 ડોંડી, આજી-3, ખોરાપીપર, વેરી તથા જામનગર જિલ્લાના રણજીતસાગર ડેમ ઉપરાંત ઉંડ-2, ડાઈમીણસર, ઉમિયાનગર, ફૂલઝર કે.બી, ઉંડ-1 ઓવરફ્લો થયો છે.
પોરબંદર જિલ્લાનો સોરઠી, રાણા, ખીરસરા, ફોદાળા તથા દ્વારકા જિલ્લાનો મીનસર, વાનાવળ, સાની, સિંધણી, ગઢકી, વર્તુ-1 અને વર્તુ-2 અને અમરેલી જિલ્લાનો લાખાપાદર ડેમ ઓવર ફ્લો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement