(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: ગોંડલ નગરપાલિકા દ્વારા પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ
રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે.
રાજકોટ: રાજકોટ ગોંડલ નગર પાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલ શહેરના સેન્ટ્રલ ચોકથી શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. ફૂટપાથ પરની રેકડી, લારીગલ્લા, છાપરા, ઓટા, સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
શહેરમાં નગરપાલિકા સ્ટાફ દ્વારા પોલીસ, PGVCLના બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. ગોંડલ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરતા પેટીયું રળતા લારી ગલ્લાવાળા વેપારીઓ સહિતના લોકોમાં ફફડાટ છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાનું સંકટ યથાવત રહેશે. દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે , ત્યાર બાદ 4 થી 5 મેથી વરસાદ વધુ રહેશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે.
અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ
અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. ધારી શહેરમાં એક કલાક થી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ધારી શહેરના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ જીલ્લાના ધોરાજી વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું છે. સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ તલ અને મગ સહિતના પાકને નુકસાનની શક્યતા છે. જેતપુરમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.