Saurashtra University: સિન્ડિકેટ પદ પરથી દૂર કરાયેલા ડો. ક્લાધર આર્યએ ઇન્ચાર્જ કુલપતિ પર ગંભીર આરોપ લગાવ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રોજે રોજ એકબીજા પર આક્ષેપો સામે આવી રહ્યા છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રોજે રોજ એકબીજા પર આક્ષેપો સામે આવી રહ્યા છે.આજે ફરી સિન્ડિકેટ પદ પરથી દૂર કરાયેલા ડો. ક્લાધર આર્યએ ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણી પર ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા. કલાધર આર્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પર્ફોમિંગ આર્ટ્સમાં તબલામાં નિષ્ણાંત ન હોવાથી મને રાગદ્વેષથી હટાવ્યો છે.
ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીને ડો ક્લાધર આર્યએ પડકાર ફેંક્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં 13 લોકો અલગ-અલગ સમિતિમાં નિષ્ણાત ન હોવા છતાં તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. કલાધર આર્ય દ્વારા મીડિયા સમક્ષ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મને દૂર કરવામાં આવ્યો તો આ 13 સમિતિના લોકોને કેમ દૂર કરવામાં આવ્યા નથી લઈને વેધક સવાલો ડો.કલાધર આર્ય દ્વારા કુલપતિને કરવામાં આવ્યા હતા.સમિતિમાં અનેક મોટા માથાઓના નામ કલાધર આર્યએ આપ્યા હતા.
સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમા ખડભડાટ મચી ગયો છે. જે અલગ અલગ 13 સમિતિમાં નિમણૂક પામ્યા હતા તેઓ તે વિષયમાં સ્નાતક નથી. છતાં તેઓને દૂર કરવામાં આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ તો રાજકીય અખાડો બની ગઈ છે. રોજે રોજ ઇન્ચાર્જ કુલપતિ અને પૂર્વ સિન્ડિકેટ સભ્યો અલગ અલગ મુદ્દે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે.
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત
સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે. 264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.
આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી. જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે. જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે.