શોધખોળ કરો
Advertisement
રાજકોટના નાગરિક બેંક ચોકમાં અસામાજિક તત્વોનો આતંક, એસટી બસના ડ્રાઈવરને લોખંડની પાઈપથી માર્યો માર
રાજકોટના નાગરિક બેન્ક ચોકમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. એસ.ટી. બસના 2 ડ્રાઈવરોને બેફામ માર મારવામાં આવ્યો હતો.
રાજકોટ: રાજકોટના નાગરિક બેન્ક ચોકમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. એસ.ટી. બસના 2 ડ્રાઈવરોને બેફામ માર મારવામાં આવ્યો હતો. બસના ડ્રાઈવરોને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.
ઉપલેટા અને ખેડબ્રહ્માની બસોના 2 ડ્રાઇવરને અસામાજિક તત્વોએ માર માર્યો હતો. લોખંડના પાઇપથી માર માર્યા બાદ અસામાજિક તત્વો ફરાર થઈ ગયા હતા. કાર નંબર GJ3 LG 4213 હોવાની ડ્રાઈવરોએ પોલીસને માહિતી આપી હતી.
રાજકોટના નાગરિક બેન્ક ચોકમાં જાહેરમાં ગાળો બોલી એસ.ટીના ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો. ઉપલેટા એસ.ટી બસના ડ્રાઇવર રાજેદ્ર પારધી અને ખેડબ્રહ્માના ડ્રાઇવર વાલજીભાઈને ઇજા પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement