PAPER LEAK : ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાના લાગ્યા આરોપ, પેપરના સીલ તૂટેલા નીકળ્યા
Paper Leak in Gujarat : 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું.
Rajkot : રાજ્યમાં વિવિધ પરીક્ષાઓમાં પેપર ફૂટવાનો ઘટનાક્રમ યથાવત છે. ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યાના આરોપ લાગ્યા છે. રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફૂટ્યા હોવાના ખુદ પરીક્ષાર્થીઓએ જ આરોપ લગાવ્યા છે. 20 જેટલા ઉમેદવારોએ આરોપ લગાવ્યો છે કે તેમના હાથમાં પરીક્ષાનું પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું.
20 જેટલા પરીક્ષાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમના હાથમાં પેપર આવ્યું ત્યારે પેપરનું સીલ તૂટેલું હતું, એટલે કે પરીક્ષાર્થીઓને પેપર આપ્યા આગાઉ આ પેપરનના સીલ તોડવામાં આવ્યાં હતા.
પેપરનું કવર સીલ પેક, પણ પેપરના સીલ તૂટેલા
એક પરીક્ષાર્થીએ નિવેદન આપતા કહ્યું કે પરીક્ષાખંડમાં જયારે પેપર આવ્યાં ત્યારે પપેરના કવર સીલ પેક હતા, એટલે કે કવરના સીલ તૂટેલા ન હતા, પણ જયારે અંદરથી પેપર કાઢવામાં આવ્યા અને પરીક્ષાર્થીઓના હાથમાં આવ્યા ત્યારે આ પરીક્ષાર્થીના બ્લોકમાં ત્રણ પરીક્ષાર્થીઓના પેપરના સીલ તૂટેલા હતા અને અન્ય બ્લોકમાં આવા 17 પેપર સીલ તૂટેલા મળી આવ્યા હતા.
ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ : કોંગ્રેસ
ગુજરાતમાં ફરીવાર પેપર લીક થવા મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર પર રપહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં જે જે પરીક્ષાના પેપર ફૂટ્યા તેમાં મોટા માથાઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી. આ સાથે જ તેમણે આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ ચાલી રહ્યું છે. વ્યાપમ કૌભાંડ એ મધ્યપ્રદેશમાં થયેલું મોટું ભરતી કૌભાંડ છે.
15 વાર પેપેર ફૂટ્યા, 15 લોકોને પણ સજા થઇ નથી : કોંગ્રેસ
રાજકોટમાં PGVCLની જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પેપર ફૂટવાના આરોપો વચ્ચે કોંગ્રેસ નેતા નિદત બારોટે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 15 વાર પેપેર ફૂટ્યા છે, પણ આજ સુધી આ મામલે 15 લોકોને પણ સજા કરવામાં આવી નથી.