શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ, રેશન કાર્ડધારકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવ્યાનો પર્દાફાશ
રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે એક હજાર જેટલા રેશન કાર્ડધારકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવ્યાનો પર્દાફાશ થયો છે.
રાજકોટ: રાજકોટમાં સસ્તા અનાજનું કૌભાંડ સામે આવ્યું છે. અંદાજે એક હજાર જેટલા રેશન કાર્ડધારકોને અનાજ આપ્યા વગર જ બિલ બનાવ્યાનો પર્દાફાશ થયો છે. સરકારે મફતમાં અનાજ આપ્યું અને સસ્તા અનાજના સંચાલકો કૌભાંડ કર્યું.
કોરોનાના કપરાકાળમાં ગરીબોને ફાળવાયેલા અનાજના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખુદ પુરવઠા મંત્રીના જિલ્લા રાજકોટમાં સસ્તા અનાજની દુકાનદારે અનાજ કૌભાંડ કર્યું છે. બી.ડી જોશી સસ્તા અનાજ દુકાનમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ કૌભાંડનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગે તપાસ કરી 11 હજાર 145 કિલો અનાજનો જથ્થાને સિઝ કર્યો છે. પરંતુ સવાલ તે છે કે ગરીબોને વિનામૂલ્યે ફાળવામાં આવતું અનાજ બારોબાર વેચી માર્યું તેની જાણ કેમ ન થઈ.
પુરવઠા વિભાગ તપાસમાં 11145 કિલો અનાજ સિઝ કર્યું છે. હિસાબી સ્ટોક અને રજીસ્ટરમાં ગોટાળા જોવા મળ્યા છે. સ્થાનિકોએ કહ્યું 90 દિવસ માટે લાઇસન્સ રદ નહિ કાયમ માટે પરવાનો રદ થવો જોઈએ.
રાજકોટમાં અનાજ કૌભાંડનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. કોરોના દરમિયાન ઓછું અનાજ આપતા હોવાનું સામે આવ્યું છે. દુકાનદાર સાથે રાજકોટ જિલ્લાના માલિયાસણ ગામનો વીડિયો સામે આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion