શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાતના કયા મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમય યથાવત રહેતા વેપારીઓએ નોંધાવ્યો વિરોધ? જાણો શું હતી માંગણી?

રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ મામલે ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. સમય રાત્રીના 10 થી વધારી 11 કરવાની માંગણી હતી. જોકે તેમાં ઘટાડો કરી 9 વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે જેનો વિરોધ શરૂ થયો છે. આ પરિસ્થિતિમાં ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિ છે.

ગાંધીનગર:  અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના(Corona) સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યુ (Night curfew)ની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે.  ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. જોકે, આ નાઇટ કર્ફ્યૂનો મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના શહેર રાજકોટમાં વિરોધ થયો છે. 

રાજકોટમાં રાત્રીના કર્ફ્યુ મામલે ફૂડ એન્ડ બીવરેજીશ એસોસિએશને વિરોધ નોંધાવ્યો છે. સમય રાત્રીના 10 થી વધારી 11 કરવાની માંગણી હતી. જોકે તેમાં ઘટાડો કરી 9 વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે જેનો વિરોધ શરૂ થયો છે. આ પરિસ્થિતિમાં ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિ છે. કારીગરોને છૂટા કરવા જે મુશ્કેલી સર્જી શકે છે. નોંધનીય છે કે,  રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે. 

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19  સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તારીખ 30  એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. 

આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તારીખ 15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  

રાજ્યમાં અત્યાર સુધી 2,88,565  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 5,  સુરત કોર્પોરેશન(SMC)માં 4, અને વનડોદરામાં  1 મોત સાથે કુલ 10  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4510 લોકોના કોરોનાથી મોત થયા છે. 

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1988 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,88,565  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 12263 છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

અમદાવાદ કોર્પોરેશનમાં 606, સુરત કોર્પોરેશનમાં 563, વડોદરા કોર્પોરેશનમાં 209 , રાજકોટ  કોર્પોરેશનમાં 164, સુરત 84, વડોદરા 48, રાજકોટ 43,  ભાવનગર કોર્પોરેશન-38, નર્મદા 37, જામનગર કોર્પોરેશન 27, ગાંધીનગર કોર્પોરેશન 26, મહેસાણા 26, ગાંધીનગર 25, મહીસાગર 25, ખેડા 24, પાટણ 23, દાહોદ 22, મોરબી 21, અમરેલી 20, પંચમહાલ 20, જામનગર 19, આણંદ 18, કચ્છ 17, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 14, ભરૂચ 13, વલસાડા13,  ભાવનગર 10, છોડા ઉદેપુર 8 અને અમદાવાદમાં 7 કેસ નોંધાયા હતા.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Islamabad: ઇસ્લામાબાદમાં રેન્જર્સે ઇમરાન સમર્થકો પર વરસાવી ગોળીઓ, 12 લોકોના મોત, 47 ઇજાગ્રસ્ત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Israel: હિઝબુલ્લાહ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટક્યું, નેતન્યાહૂએ સીઝફાયરની કરી જાહેરાત
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
Constitution Day: બંધારણ દિવસ પર સુપ્રીમ કોર્ટના કાર્યક્રમમાં બોલ્યા PM મોદી, આતંકી સંગઠનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે  
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
PAN 2.0 સાથે જોડાયેલા મોટા સમાચાર, સરકારે જણાવ્યું પાન કાર્ડ કરી રીતે કરવાનું છે અપગ્રેડ 
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી, NDAની તાકાતમાં થશે વધારો
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
27 કરોડમાં વેચાયેલા ઋષભ પંતને નહીં મળે પૂરી રકમ ? જાણો ટેક્સમાં કેટલા કપાશે પૈસા 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
જિયોના 3 મહિના સુધી ચાલનારા સૌથી સસ્તા રિચાર્જ પ્લાન,  ફ્રીમાં મળશે આ ગજબના ફાયદાઓ 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી સારો નફો કેવી રીતે મેળવી શકો, રોકાણ કરવાની શું છે પૂરી પ્રોસેસ ? 
Embed widget