(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: ગોંડલ શહેર કૉંગ્રેસ પ્રમુખ પર હુમલો, ઈજાગ્રસ્ત નેતાને હોસ્પિટલ ખસેડાયા
રાજકોટ જિલ્લાના ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
રાજકોટ: રાજકોટ જિલ્લાના ગોંડલમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં શહેર કોંગ્રેસ પ્રમુખની કારને પણ નુકસાન પહોંચાડ્યું છે. ઈજાગ્રસ્ત શહેર કોંગ્રેસ પ્રમુખને ગોંડલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હુમલા અંગેના સીટીવી પણ સામે આવ્યા છે. કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે. કોગ્રેસ પ્રમુખે ગેરકાયદેસર LDO મુદે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી.
ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીયાએ પ્રાંત અધિકારીને રજુઆત કરી જણાવ્યું હતું કે ગોંડલ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી એલડીઓ નામનાં પ્રદુષણ ફેલાવતાં ઈંધણનો કોઈ રોકટોક વગર ગેરકાયદેસર રીતે વાહનોમાં ઉપયોગ થઈ રહ્યો છે. કેમીકલયુકત ઈંધણ માનવજીવન ને નુકસાનકર્તા હોવા છતા ગોંડલ પંથકમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા ઠેર-ઠેર બેફામ વેપાર ચાલી રહ્યો છે. અનેક રજુઆતો કરવાં છતાં તંત્ર દ્વારા ધમધમી રહેલા એલડીઓ પંપ અંગે કોઈ પગલાં લેવાયા નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો આઠ દિવસમાં એલડીઓનો કાળોકારોબાર બંધ નહી કરાવામાં આવે તો આપની કચેરી સામે નાછુટકે શરીર પર કેમિકલ યુક્ત ઈંધણ છાંટી આત્મવિલોપન કરવું પડશે જેની જવાબદારી તંત્રની રહેશે.
હવે ગુજરાત પોલીસ હેરાન કરે તો આ નંબર પર કરો ફરિયાદ, રાજ્ય સરકારે નંબર કર્યો જાહેર
પોલીસ દમન અને પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકારે અલગ નંબર જાહેર કર્યો છે. રાજ્યના એડવોકેટ જનરલે હાઇકોર્ટ સમક્ષ માહિતી આપી છે. તમામ ઈમરજન્સી નંબર www. Indian helpline number.com વેબસાઈટ પર ઉપલબ્ધ કરાશે.
સરકારે એફિડેવિટ કરીને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવા માટે 1 4 4 4 9 નંબર જાહેર કર્યો છે. આગામી 15 દિવસમાં આ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવા માટે સરકારે કોર્ટને બાંહેધરી આપી છે. નંબર એક્ટિવેટ થતા લોકોને તેની જાગૃતિ મળી રહે તે માટે જાહેરાત કરવામાં આવશે. પોલીસ સામે ફરિયાદ માટેનો નંબર 24*7 કાર્યરત રહેશે. રાજ્ય સરકારે બીજા હેલ્પલાઇન નંબર પણ કોર્ટ સમક્ષ જણાવ્યા છે. તેમાં 1091 મહિલા હેલ્પલાઇન નંબર, 1064 ભ્રષ્ટાચાર નિવારણ માટે હાલમાં કાર્યરત છે. આ ઉપરાંત દેશ સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબરને પણ કાર્યરત કરવામાં આવશે. આગામી સુનાવણી 16 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
નોંધનીય છે કો, થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે તોડ કર્યો હતો. અમદાવાદમાં સોલામાં તોડકાંડ કેસ બાદ પોલીસ સતર્ક બની છે. હવે પોલીસ જ પોલીસનું રિયાલીટી ચેંકીગ કરશે. DCP કક્ષાના અધિકારીઓ ખાનગી માણસોને મોકલી પોલીસના વર્તન અને પૈસાની ઉઘરાણીને લઈને તપાસ કરાવશે. સોલામા પોલીસ તોડકાંડ મામલે હાઈકોર્ટેમા સુઓમોટો દાખલ થતા હાઈકોર્ટે નારાજગી વ્યકત કરીને પોલીસ પાસે તપાસનો રિપોર્ટ માગ્યો છે. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્રારા હવે પોલીસની રિયાલીટી ચેક કરવામા આવશે.