શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં ભાજપના 3  નેતાઓ કોરોનાથી થયા સંક્રમિત, જાણો

ગુજરાતમાં ભાજપના નેતાઓ અને આગેવાનોએ કરેલા મેળાવડાઓ હવે તેમને જ ભારે પડી રહ્યા છે.  હવે એક બાદ એક ભાજપના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.

રાજકોટ: ગુજરાતમાં ભાજપના નેતાઓ અને આગેવાનોએ કરેલા મેળાવડાઓ હવે તેમને જ ભારે પડી રહ્યા છે.  હવે એક બાદ એક ભાજપના નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.  આજના દિવસે સૌરાષ્ટ્રના ત્રણ ભાજપ નેતાઓ કોરોનાથી સંક્રમિત થયા છે.  ગુજરાત મ્યુનિસિપલ ફાયનાનન્સ બોર્ડના ચેયરમેન અને સૌરાષ્ટ્ર ભાજપના નેતા ધનસુખ ભંડેરી કોરોનાથી સંક્રમિત થયા છે.  ધનસુખ ભંડેરી તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના ચૂંટણીના પ્રવાસે ગયા હતાં. 31 ડિસેમ્બરના મુખ્યમંત્રીનો યોજેલા રોડ-શોમાં પણ હાજર રહ્યા હતાં. હવે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા છે.  

આ તરફ જિલ્લા ભાજપ મહામંત્રી મનિષ ચાંગેલા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને પણ રોડ-શોમાં ભાગ લીધો હતો.  ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટમાં અગાઉ નીતિન ભારદ્વાજ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.  હવે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.  સાબરિયાએ ટ્વીટ કરી સંક્રમિત થયાની જાણકારી આપી અને સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.  અત્યાર સુધીમાં યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ ઋત્વિજ પટેલ, અમદાવાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી સહિતના શહેર ભાજપના અનેક નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.  આ તરફ સુરતમાં પણ ભાજપના અનેક નેતાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

રાજ્યમાં કોરોના વિસ્ફોટ

રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે.  બીજી તરફ 1263  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી. આજે  93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696,  વડોદરા   કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98,  કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મહીસાગર 9, દાહોદ 8, જામનગર 8, તાપી 7, પોરબંદર 6, છોટા ઉદેપુર 3, બોટાદ 2, જૂનાગઢ 2 અને ડાંગમાં 1  કેસ નોંધાયા છે. 

ટોપ સ્ટોરી

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
Rajkot: રાજકોટમાં મહિલા તબીબને માર મારનારા તબીબની અટકાયત, ગઇકાલે સિવિલ હૉસ્પિટલમાં થઇ હતી બબાલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget