ગુજરાતમાં કોરોનાના નિયંત્રણો લાદવા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું આપ્યું મોટું નિવેદન?
કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં છે. હાલના તબક્કે નિયંત્રણો નાખવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી.

રાજકોટઃ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે. ત્યારે તેમણે સવારે રોડ શો યોજ્યો હતો. આ પછી રાજકોટની કોલેજમાં કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ પછી કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યકર્તાઓના સંવાદ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, કોરોનાની સ્થિતિ હાલ કાબુમાં છે. હાલના તબક્કે નિયંત્રણો નાખવાની કોઇ જરૂરિયાત દેખાતી નથી. માસ્ક અંગે સીએમએ કાર્યકર્તાઓને ટકોર કરી. પહેલા ભાજપનો કાર્યકર માસ્ક પહેરે, લોકોને દંડ કરી તે પહેલા આપણે નિયમોનું ચુસ્ત પાલન કરવું જરૂરી.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ નોંધાયા છે. બીજી તરફ 102 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયું છે. આજે 2,32,392 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 269, સુરત કોર્પોરેશનમાં 74, વડોદરા કોર્પોરેશનમાં 41 , રાજકોટ 18, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16, વલસાડ 15, આણંદ 14, ભાવનગર કોર્પોરેશન 10, રાજકોટ કોર્પોરેશન 10, અમદાવાદ 9, મહીસાગર 9, વડોદરા 9, ભરુચ 8, ખેડા 8, નવસારી 8, જામનગર કોર્પોરેશન 7, અમરેલી 5, મહેસાણા 5, પંચમહાલ 4, સુરત 4, ગાંધીનગર 3, મોરબી 3, જૂનાગઢ 2, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, સુરેન્દ્રનગર 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 2371 કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 2360 નાગરિકો સ્ટેબલ છે. 8,18,589 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે રાજકોટ કોર્પોરેશનમાં 1, અરવલ્લી 1 મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 597 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 7961 લોકોને પ્રથમ અને 49341 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29797 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 144689 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,32,392 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,92,47,220 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
