(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election : રાજકોટમાં કેજરીવાલનો સૌથી મોટો દાવો, સુરતની 7 બેઠકો જીતીશું
કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું. તેમણે મોટો દાવો કર્યો હતો કે, અમે સુરતની 12 બેઠકમાંથી 7 બેઠકો જીતીશું.
રાજકોટઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સેને સંબોધતાં સુરતની ઘટનાને લઈને કેજરી વાલે આક્રમ પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું આ ગુજરાત અને દેશની સંસ્કૃતિ નથી. જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે. સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું. તેમણે મોટો દાવો કર્યો હતો કે, અમે સુરતની 12 બેઠકમાંથી 7 બેઠકો જીતીશું.
હવે આ લોકો જનતા પર હુમલોઓ કરાવશે. પણ તમે સંયમ રાખજો. આ લોકો પત્રકારોને ફિટ કરાવી દેશે. રાજકોટમાં પત્રકાર પર પોલીસ ફરિયાદને લઈને કર્યા આકારા પ્રહારો. આ વખતે ઝાડું નું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પુરા કરીશ. પોલીસ ગ્રેડ પે લઈને સરકારે શરતો રાખી. સુરતમાં 12 માંથી 7 સીટ આમ આદમી પાર્ટીની આવશે . ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. ભાજપના પેઈજ પ્રમુખો અમારી સાથે જોડાયા. શુ આપ્યું તમને ભાજપે. તમે ભાજપમાં રહો કામ અમારા માટે કરો. ગુજરાતમાં જબબરજસ્ત માહોલ બની ગયો. કાંઈક તો અમારા પર ભગવાનના આશિર્વાદ. મીડિયાવાળાને પણ આ લોકો ધમકાવે.
દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજરોટમાં મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, મે જ્યારે ગુજરાતના પોલીસકર્મીઓને ગ્રેડ પેની ગેરેન્ટી આપી ત્યાર બાદ સરકારે ગ્રેડ પે તો આપ્યો પરંતુ થોડા ભથ્થા વધારવાની જાહેરાત કરી. હવે તેમની પાસે આંદોલન ન કરવા માટે સહીઓ લેવામાં આવી રહી છે. કેજીરીવાલે કહ્યું, હું પોલીસના જવાનોને અપીલ કરું છુ કે કોઈ સરકારને અંડરટેકિંગ ન આપો. ત્રણ મહિના બાદ જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે તમને ગ્રેડ પે આપવામાં આવશે અને કોઈ સરતો પણ માનવાની નહીં રહે. ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ડરાવવામાં આવતા હોવાની પણ તેમણે વાત કરી.
અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આપ નેતા અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી હતી. ખેડૂતો માટે વીજળી યુવાનો માટે રોજગારી રસ્તાઓ અને હોસ્પિટલ સહિતનાં મુદ્દે વચનોની લહાણી કરી હતી. મસમોટી જન મેદની વચ્ચે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતનાં નેતાઓ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા.
આ તકે સભા પૂર્ણ થતાં કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે જઈ ત્યાર બાદ જગત મંદિર કૃષણ ભગવાનના દર્શન કરવા ગયા હતા જ્યાં ભગવાનનાં દર્શન બાદ જગત મંદિર બહાર તેમને પીસી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાનનાં દર્શન કરી શાંતિ મળી. સહુની મનોકામના પૂર્ણ થાય અને ભારત મહાસતા બને, સહુને રોજગારી મળે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. અમે જે વાદા કર્યા તે પૂરા કરીએ છીએ. ગુજરાત સરકાર પણ બોજો છે. અમે ઈમાનદારીથી કામ કરશું. અમારી સાથે કૃષ્ણનાં આશીર્વાદ છે. ગુજરાતમાં ભષ્ટ્રાચાર થાય છે, રોજગાર મળતા નથી. સરકારી કર્મચારીઓ હેરાન છે. અમે દિલ્હીમાં ત્રણ વખત ચૂંટણી જીતી છે. કોઈ પાર્ટી જનતાનાં મુદ્દાની વાત કરતી નથી.