સૌરાષ્ટ્રના વધુ એક મોટા શહેરે અઠવાડિયાનું લગાવ્યું લોકડાઉન, જાણો વિગત
બોટાદ શહેરમાં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 21 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધી તમામ દુકનો ખુલ્લી રહેશે. ટાઉન હોલમાં નગરપાલિકાના પ્રમુખ, સભ્યો અને વેપારીઓની હાજરી યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
બોટાદઃ કોરોના વાયરસે રાજ્યને (Gujarat Corona Cases) અજગરી ભરડો લીધો છે. દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થતી જાય છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાનગરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાને કાબુમાં કરવા લોકડાઉન (Lockdown) સિવાય વિકલ્પ નથી તે સમજીને લોકો સ્વયંભુ બંધ તરફ વળ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સ્વૈચ્છિક લોકડાઉનનો (Self Lockdown) દરેક શહેરમાં, ગામેગામ ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના વધુ એક મોટા શહેરે લોકડાઉની જાહેરાત કરી છે.
બોટાદ (Botad) શહેરમાં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 21 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધી તમામ દુકનો ખુલ્લી રહેશે. ટાઉન હોલમાં નગરપાલિકાના પ્રમુખ, સભ્યો અને વેપારીઓની હાજરી યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાળાબજાર (Blackmarketing) કરતા દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાનું પણ નક્કી થયું હતું.
બોટાદ ડાયમંડ એસોસિએશને (Botad Diamond Association) પણ મોટો નિર્ણય લીધો છે. ડાયમંડ એસોસિએશને 10 દિવસ બંધ પાળવાનો નિર્ણય લીધો છે. હીરાના કારખાના અને તમામ ઓફિસો બંધ રહેશે. બોટાદમાં 30 એપ્રિલ સુધી હીરાબજારનું તમામ કામ બંધ રહેશે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
રાજ્યમાં કોરોના (Coronavirus) સંક્રમણથી સ્થિતિ ભયાનક બની છે. દરરોજ કોરોના સંક્રમિત દર્દીઓ અને મૃતકોની સંખ્યાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. રવિવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે. રાજ્યમાં રવિવારે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.